ડાયમંડ વર્કર યુનિયનની હુંકાર- રત્ન કલાકારોને આપો મજુર કાયદા ના લાભ, નહિતર ઉદ્યોગપતિઓ કરશે શોષણ

ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખશ્રી રમેશભાઈ જીલરીયા, ઉપપ્રમુખશ્રી ભાવેશભાઈ ટાંકએ સરકારને પત્ર લખતા કહ્યું છે કે કોરોનાની આ વૈશ્વિક મહામારી સામે આપણે સૌ નિર્ણાયક લડત લડી રહ્યા છીએ. કોરોના વાયરસના કારણે જે લોકડાઉન જાહેર કરવામા આવેલ હતું તેમની ગંભીર અસર હીરાઉધોગ અને તેમાં કામ કરતા લાખો રત્નકલાકારો ને થઈ હતી અને રત્નકલાકારો બેરોજગારી અને આર્થિકતંગી ના કારણે પાયમાલ થઈ ગયા હતા અને અસંખ્ય રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધાના બનાવો બન્યા હતા.

ત્યારે હાલમાં જી.જે.ઇ.પી.સી ના અહેવાલો અનુસાર હીરાઉધોગમા તૈયાર હીરાની નિકાસમા ખૂબ સારો વધારો થયો છે. હીરાઉધોગમા અત્યારે ખૂબ સારી તેજી છે. ત્યારે મંદી મંદી કરીને અને કોરોના વાયરસ ના લોકડાઉન ના કારણે હીરાઉધોગ ના રત્નકલાકારો ના જે 25% થી 35% સુધી ના પગાર મા ધળખમ ઘટાડો કરી રત્નકલાકારો ને ઓછા પગારમા કામ કરવા મજબૂર કરવામા આવ્યા હતા.

અત્યારે હીરાઉધોગમા ખુબ તેજી છે તો ઉધોગપતિઓ એ પોતાના જ ઘર ભરવાને બદલે રત્નકલાકારોનુ પણ ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલે અને રત્નકલાકારોના પરિવારના ભવિષ્ય પણ હીરાની જેમ ચમકતા થાય એ જોવાની ફરજ સરકાર અને ઉદ્યોગકારો બંનેની છે.

કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને કારણે જ્યારે લોકડાઉન જાહેર થયું ત્યારે સરકાર દ્વારા એવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે દરેક કંપનીએ પોતાના કામદારો ને લોકડાઉન નો પગાર આપવાનો રહેશે પણ સરકાર પોતે જાહેર કરેલ પરિપત્રનો અમલ કરાવવામા નિષ્ફળ રહી હતી જેના કારણે હીરાઉધોગના રત્નકલાકારો સહિત ગુજરાત ના મોટા ભાગ ના કામદારોને લોકડાઉનનો કોઈ જ પગાર મળ્યો નહોતો. પગાર ના મળવાને કારણે રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા હતા અને ઘર ગુજરાન ચલાવવામા ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો.

કોરોનાના વધી રહેલા હીરાઉધોગમા રત્નકલાકારો બરબાદ થઈ રહ્યા હતા. તેમ છતા સરકારે કે ઉધોગપતિઓ એ રત્નકલાકારો ને આર્થિક મદદ કરી નહોતી. જેના કારણે અસંખ્ય રત્નકલાકારો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા હતા. તેવા રત્નકલાકારો ના પરિવાર ને પણ સરકાર કે ઉધોગપતિઓ દ્વારા કોઈ જ મદદ કરવામા આવી નહોતી જેના કારણે રત્નકલાકારોમા ભારે અસંતોષ જોવા મળ્યો હતો.

ત્યારે હવે હાલમાં હીરાઉધોગમા તેજી હોવા છતાં પણ ઉધોગપતિઓ દ્વારા રત્નકલાકારોના પગારમા વધારો કરવામા આવ્યો નથી. ત્યારે જો તેજી હોવા છતાં પણ હીરાઉધોગ ના રત્નકલાકારોના પગારમા વધારો કરવામા નહીં આવે તો અમને લોકોને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

હીરાઉધોગમા રત્નકલાકારોને મજૂર કાયદા હેઠળ મળતા લાભો આપવામા નથી આવતા જેના કારણે રત્નકલાકારો ને સોશિયલ સિક્યુરિટી નથી મળતી અને દરેક મંદી વખતે રત્નકલાકારો ભોગ બને છે અને કંટાળી ને હીરાઉધોગ ને તિલાંજલિ આપી દે છે.

હાલ ના સંજોગો મા પણ અંદાજે 20% જેટલા રત્નકલાકારોની અછત છે. કેમ કે, કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકડાઉન જાહેર કરવામા આવ્યુ હતું. ત્યારે મોટી સંખ્યામા રત્નકલાકારો હિજરત કરી ગયા જે હજી સુધી આવ્યા નથી અથવા તો આવવા ની કોઈ શકયતા પણ નથી. માટે જો સરકાર અને ઉધોગપતિઓ જો રત્નકલાકારો ને લૂંટવા ને બદલે હીરાઉધોગના વિકાસમા ધ્યાન આપે તો હીરાઉધોગ હજી લાખો લોકો ને રોજગારી આપે એવી પૂરે પુરી શકયતા છે પણ જો રત્નકલાકારો નું શોષણ અટકે તેમનુ વેતન મોંઘવારી પ્રમાણે વધારવામા આવે લેબર કાયદા મુજબ ના લાભો આપવામા આવે તો હીરાઉધોગને નવા રત્નકલાકારો મળે નહીંતર હીરાઉધોગ અમુક લોકો પાયમાલ થઈ જશે એવી અમને આશંકા છે.

સાથે ડાયમંડ વર્કર યુનિયને કહ્યું છે કે સરકારનો વિકાસ શેઠિયાઓ ના ઘરમા ઘરી ગયો છે જેના કારણે હીરા ને ચમકાવતા રત્નકલાકારો ના ભવિષ્ય અંધકારમય બની ગયા છે. જો નજીક ના ભવિષ્ય મા રત્નકલાકારોના પગારમા વધારો કરવામા નહીં આવે તો એના માઠા પરિણામો આવશે જેની સરકારે નોંધ લેવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *