સુરતમાં ટપોરીઓનો આતંક- પોલીસના ડંડા અને છરાઓ લઈને ફરતી ટોળકીએ કર્યો જીવલેણ હુમલો

સુરતમાં રાત્રી કર્ફ્યું દરમ્યાન પણ ટપોરીઓ ઘર બહાર નીકળીને પોતાનો આતંક બેખોફ ફેલાવી રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં એસ.એસ.સી આવાસ સરિતા ડેરી પાસે રાત્રીના સમયે…

સુરતમાં રાત્રી કર્ફ્યું દરમ્યાન પણ ટપોરીઓ ઘર બહાર નીકળીને પોતાનો આતંક બેખોફ ફેલાવી રહ્યા છે. સુરતના અડાજણ વિસ્તારમાં એસ.એસ.સી આવાસ સરિતા ડેરી પાસે રાત્રીના સમયે મિત્ર સાથે બહાર નીકળેલ યુવક ઉપર પાંચથી છ અજાણ્યા ઈસમોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આરોપીની ઓળખ રાહુલ ઉર્ફે મેક્સી અને જોખમ તરીકે કરવામાં આવી રહી છે.

રાત્રે 9 વાગ્યાના અરસામાં રાજહંસ સિનેમા આગળ SMC આવાસ પાસે ચાર રસ્તા ઉપર અચાનક પાંચથી છ અજાણ્યા ઈશ્મો આવીને નિહારને માર મારવા લાગ્યા હતા. જેને બચાવવા માટે મિત્ર ચિરાગ વચ્ચે ગયો હતો. તે દરમ્યાન મેક્સી અને જોખમે ચપ્પુ કાઢીને મારવાની કોશીસ કરી હતી. જેના કારણે ડાબા હાથ ઉપર ચપ્પુના ઘા વાગતા ઈજા થઈને લોહી નીકળી ગયું હતું.

આ ઉપરાંત, મેક્સી અને જોખમે નિહારને પણ પેટના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. તે દરમ્યાન, બુમાબુમ કરતા લોકો ભેગા થઇ ગયા હતા. લોકો ભેગા થતા મેક્સી અને જોખમ ત્યાંથી નાસી ગયા હતા. ગંભીર ઈજાને કારણે નજીકની બી.એ.પી.એસ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ બાબતે અડાજણ પોલીસે હોસ્પિટલ વર્ધીના નિવેદનના આધારે રાહુલ(મેક્સી), જોખમ નામના શખ્સ અને અન્ય ત્રણથી ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. અડાજણ પોલીસે IPC ની કલમ 307, 143, 147, 148,149, 323, 504 થતા ગુજરાત પોલીસ એકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધી પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. સાગર વધુ તપાસ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *