ધનતેરસના દિવસે જાહેર થયા પેટ્રોલ ડીઝલના નવા ભાવ, જાણો તમારા શહેરનો લેટેસ્ટ રેટ

Today Petrol-Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવ રોજ અપડેટ થાય છે. પેટ્રોલિયમ કંપનીઓએ દરરોજની જેમ 29 ઓક્ટોબર 2024 માટે પણ પેટ્રોલના અને ડીઝલના નવા ભાવ (Today Petrol-Diesel Price) જાહેર કર્યા છે. જો તમે પણ ધનતેરસના તહેવાર નિમિત્તે એક શહેરથી બીજા શહેર જઈ રહ્યા છો તો તમારે એકવાર આ લેટેસ્ટ ભાવ ચેક કરી લેવા જોઈએ.

જણાવી દઈએ કે માર્ચ 2024 માં છેલ્લી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફારો થયા હતા. ત્યારથી આજ દિન સુધી પેટ્રોલના ભાવ સ્થિર છે. આજે પણ દરેક શહેરમાં ઈંધણની કિંમતો જે હતી તે જ છે. આવો જાણીએ જુદાજુદા ચહેરોમાં શું ભાવ છે.

મેટ્રો સિટીમાં પેટ્રોલ ડીઝલના ભાવ
દિલ્હીમાં એક લીટર પેટ્રોલ ની કિંમત 94.72 રૂપિયા અને ડીઝલની કિંમત 87.62 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 103.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લીટર છે. કલકત્તામાં પેટ્રોલની કિંમત 104.95 પ્રતિ લીટર અને ડીઝલ 91.76 પ્રતિ લીટર છે. તેમજ ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100 પોઇન્ટ સાત પાંચ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ની કિંમત 92.34 પ્રતિ લિટર છે.

કેવી રીતે ચેક કરવો લેટેસ્ટ ભાવ
ગાડી ચાલક તેલ કંપનીઓની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને લેટેસ્ટ ભાવ જાણી શકાય છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓઇલની એપ્લિકેશન ઉપર પણ લેટેસ્ટ ભાવ અપડેટ થતા રહે છે. આ ઉપરાંત તમામ ગાડી ચાલકોને મેસેજ દ્વારા પણ લેટેસ્ટ ભાવ જાણી શકે છે.

તેના માટે તેમણે 9 2 2 4 9 9 2 2 4 9 પર પેટ્રોલ પંપ ના ડીલર કોડ લખીને મોકલવાનો હોય છે. આ ઉપરાંત ઇન્ડિયન ઓઇલ ની વેબસાઈટ ઉપર પણ પેટ્રોલ પંપ ના ડીલર કોડ નાખી જાણકારી મેળવી શકાય છે.