New Rules From Feb 2025: આજથી ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે અનેક મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. આ નિયમોમાં કેટલાક તમારા ખિસ્સા પર અસર કરી શકે છે. આમાં બેંક એકાઉન્ટમાં (New Rules From Feb 2025) ન્યૂનત્તમ બેલેન્સ અને ATM ઉપાડ ફીમાં ફેરફાર અને LPG ગેસના ભાવમાં થતાં ફેરફારો મુખ્ય છે. અહીં 1 ફેબ્રુઆરીથી લાગુ થનારા મોટા ફેરફારો વિશે વિગતવાર જાણો…
UPI ટ્રાન્ઝેક્શન સંબંધિત નવો નિયમ
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) માટે નવો નિયમ 1 ફેબ્રુઆરીથી લાગુ થઈ રહ્યો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) એ UPI ટ્રાન્ઝેક્શન ID બનાવવાની પ્રક્રિયાને પ્રમાણિત કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમ અનુસાર, જો UPI ટ્રાન્ઝેક્શન IDમાં ખાસ અક્ષરોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે, તો નોન-કમ્પ્લાયન્ટ એપ્સ દ્વારા કરવામાં આવેલા પેમેન્ટ રદ કરવામાં આવશે. હવે માત્ર આલ્ફાન્યૂમેરિક અક્ષરો દ્વારા બનાવેલા ID થી જ UPI ટ્રાન્ઝેક્શન માન્ય ગણાશે.
ATM ઉપાડ ફીમાં ફેરફાર
1 ફેબ્રુઆરી, 2025થી ATM ઉપાડ માટેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. હવે દર મહિને ફક્ત 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી રહેશે. આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર ₹25 ફી લેવામાં આવશે, જે પહેલાં ₹20 હતી. નોન-હોમ બેંક ATM પર આ ફી ₹30 હશે. એક દિવસમાં મહત્તમ ₹50,000 ઉપાડવાની મર્યાદા રાખવામાં આવી છે. ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે આ ફેરફારો અમલમાં લાવવામાં આવ્યા છે.
ન્યૂનત્તમ બેલેન્સમાં ફેરફાર
1 ફેબ્રુઆરી, 2025થી સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનત્તમ બેલેન્સ જાળવવાની રકમ વધારી દેવામાં આવી છે. હવે SBI ખાતાધારકોએ પોતાના ખાતામાં ઓછામાં ઓછા ₹5000 રાખવા ફરજિયાત રહેશે, જે પહેલા ₹3000 હતું. PNB માટે ન્યૂનત્તમ બેલેન્સ ₹2000 પરથી વધીને ₹3500 થઈ ગયું છે, જ્યારે કેનેરા બેંક માટે આ રકમ ₹1000 થી વધારીને ₹2500 કરી દેવામાં આવી છે.
ફેબ્રુઆરીમાં બેંકો 14 દિવસ બંધ
ફેબ્રુઆરી 2025માં બેંક રજાઓનો કુલ આંક 14 દિવસ સુધીનો છે. આ દરમિયાન ગ્રાહકો બેંકિંગ સંબંધિત કામ માટે ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકે છે, જે 24×7 ઉપલબ્ધ રહેશે.
એલપીજી સિલિન્ડરની કિંમતોમાં બદલાવ (LPG Cylinder Price)
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. 1 ફેબ્રુઆરી, 2025ના રોજ પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર થવાની શક્યતા છે. જો કે, આગામી બદલાવ સામાન્ય જનતાના ખિસ્સા પર કેટલો પ્રભાવ પાડશે તે જોવાનું રહેશે.
ATF અને CNG-PNGના ભાવમાં સંભવિત બદલાવ
LPG સિલિન્ડરની સાથે, એવિએશન ફ્યુઅલ (ATF) અને CNG-PNGના ભાવમાં પણ ફેરફાર થાય તેવી શક્યતા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરેક મહિનાની પહેલી તારીખે ATF અને CNG-PNGના દર સુધારે છે. આ બદલાવની અસર ઉડાન ભાડા અને ગેસના ઉપયોગ કરનાર ગ્રાહકો પર પડી શકે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App