આજથી છ દિવસ બાદ ગુજરાતમાં નવા ટ્રાફિકના નિયમો થશે લાગુ, જાણો કેટલો નિયમ તોડનારને કેટલો દંડ થશે?

કેન્દ્ર સરકાર તાજેતરમાં મોટર વેહિકલ એક્ટ લાવી. આ એક્ટમાં દંડની રકમ અતિશય વધુ હોવાથી તેને ગુજરાતમાં લાગુ કરવામાં ન આવ્યો. વધેલા દંડને કારણે ગુજરાત સિવાયના…

કેન્દ્ર સરકાર તાજેતરમાં મોટર વેહિકલ એક્ટ લાવી. આ એક્ટમાં દંડની રકમ અતિશય વધુ હોવાથી તેને ગુજરાતમાં લાગુ કરવામાં ન આવ્યો. વધેલા દંડને કારણે ગુજરાત સિવાયના રાજ્યોમાં લોકોને ખુબ તકલીફ પડી રહી છે. લોકોના વાહનોની કિંમત કરતા દંડની કિંમત વધુ આવે છે. વળી આ નવા કાયદા હેઠળ ભ્રસ્ટાચારને પ્રોત્સાહન મળવાનો પણ ભય છે. વ્યક્તિ 10,000 રૂપિયા ચૂકવવા કરતા 1,000 રૂપિયા ટ્રાફિક પોલીસને ચુકવવામાં પોતાનું હિત જોતો હોય છે.

આ નવા નિયમ પ્રમાણે ટ્રાફિકના નિયમોને ભંગ કરનાર વાહન ચાલકને જંગી દંડ ભરવો પડે છે, જેનો અનેક ઠેકાણે વિરોધ પણ થઈ રહ્યો છે, ત્યારે ગુજરાતીઓ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટી જાહેરાત કરી છે. ગુજરાત સરકાર મોટર વ્હિકલ એક્ટમાં સુધારો કરીને નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે, જેથી વાહન ચાલકોને દંડમાં મોટી રાહત મળી શકે છે. CM રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું કે, રાજ્ય સરકારે મોટર વ્હિકલ એક્ટની 50 જેટલી કલમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં ઘટાડો કરવાનો પ્રયત્ન કર્યો છે. આ નવા નિયમો આગામી 16 સપ્ટેમ્બરથી લાગુ થઈ જશે.

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે નવા કાયદામાં સુધારો કરવા અને દંડની રકમ ઘટાડવાની સત્તા રાજ્ય સરકારોને આપી જ છે. આથી જ અમે કાયદાની કલમોમાં ફેરફાર કરીને દંડની રકમ ઘટાડીને લોકોને રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે.

કેટલો થશે દંડ ?

  1. લાયસન્સ, વીમો, PUC, RC બુક વગર :- રૂ. 500 પ્રથમ વખત, 1000 બીજી વખત
  2. અડચણરૂપ પાર્કિંગ :- રૂ. 500 પ્રથમ વખત, 1000 બીજી વખત
  3. કાચ પર ડાર્ક ફિલ્મ :- રૂ. 500 પ્રથમ વખત, 1000 બીજી વખત
  4. ચાલુ વાહને મોબાઈલ પર વાત :- રૂ. 500 પ્રથમ વખત, 1000 બીજી વખત
  5. હેલ્મેટ ન પહેરવા બદલ :- રૂ. 500
  6. 3 સવારી :- રૂ.100
  7. ભયજનક વાહન ચલાવનારને :- રૂ. 1500
  8. લાયસન્સ વગર વાહન ચલાવનારને :- રૂ. 2000  બાઈક માટે, 3000 ઉપરના વાહનો માટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *