ચૂંટણી પ્રચારનો નવો રસ્તો: સુરતમાં ‘ફોન લગાઓ, UP જીતાઓ’ લખેલા લાગ્યા બેનર

Dinner with CR Patil: ગુજરાતમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. પરંતુ દેશના કેટલાક રાજ્યમાં હજી ચોથા તબક્કાનું મતદાન બાકી છે. ત્યારે રાજકીય પાર્ટીઓએ હવે આ રાજ્યો પર ફોકસ વધાર્યું છે. જ્યાં મતદાન થઈ ગયું છે, તે રાજ્યના નેતાઓ હવે જ્યાં મતદાન બાકી છે ત્યાં પ્રચાર માટે કામે લાગી ગયા છે. ત્યારે સુરતમાં હિન્દીભાષી વિસ્તારોમાં ભાજપ દ્વારા બેનર લગાવવામાં (Dinner with CR Patil) આવ્યાં છે. જેમાં યુપીમાં વસતા પોતાના સ્નેહીજનોને ફોન કરીને ભાજપ તરફી મતદાન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. બેનરમાં ફોન કરનારને સી.આર.પાટીલ સાથે ચા-નાસ્તા અને ફોટોની તક મળશે તેવી લાલચ પણ આપવામાં આવી રહી છે.

‘ફોન લગાવો યુપી જીતાઓ’
યુપીનો કિલ્લો ફરી સર કરવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવીને પ્રચાર કરી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં રહેતા યુપીવાસીઓ માટે સુરત ભાજપ દ્વારા અનોખી ઓફર આપવામાં આવી છે. યુપીમાં ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરવાની તક મેળવો. જેના ઠેર ઠેર જાહેર જગ્યા પર ભાજપ દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સાથે સંગીતા પાટીલના ફોટો લગાવવામાં આવ્યાં છે. ફોન લગાવો યુપી જીતાઓના સૂત્રનો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેનરમાં લખવામાં આવ્યું છે કે, જે વ્યક્તિ યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે. તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાની તક મળશે.

બેનરમાં લલચામણી જાહેરાત કરવામાં આવી
સુરત શહેરમાં હાલ ઠેર ઠેર અનેક જગ્યાોએ બેનર લગાવવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા બેનર લગાવવામાં આવ્યા છે. ફોન લગાવો યુપી જીતાઓના સૂત્ર સાથે બેનર લગાવવામાં આવ્યા છે. આ બેનરમાં લખવામાં આવ્યું જે વ્યક્તિ યુપીના 20 લોકોને ફોન કરીને ભાજપને જીતાડવાની અપીલ કરશે તેને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે. યુપીના 20 લોકોને ફોન કરી ભાજપને જીતાડવાની અપીલ બાદ જે વ્યક્તિઓને ફોન કર્યા તેનું નામ નંબર લોકસભાની વિગત જે તે ફોન કરનારે આપવાની રહેશે. ત્યારબાદ 4 જૂન પછી આ વ્યક્તિને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાનો મોકો મળશે.

યુપીના મતદારોને મતદાન કરવા અનોખી પહેલ
સુરત ભાજપ દ્વારા અનોખી ઓફર આપવામાં આવી છે કે, સુરતમાં વસતા યુપી વાસીઓ યુપીમાં રહેતા 20 સંબંધીઓને ફોન કરી ભાજપને મતદાન આપવા જણાવો અને સી આર પાટિલ સાથે ચા નાસ્તાની સાથે ફોટો પડાવો. સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ દ્વારા યુપીના મતદારોને મતદાન કરવા અનોખી પહેલ કરવામાં આવી રહી છે.

સુરતમાં ઠેરઠેર લગાવાયા આ બેનર
સુરત શહેરમા ફોન લગાવો અને યુપી ને જીતાઓ સ્લોગન સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે. આ બેનરોમાં સુરતમાં વસતા યુપીવાસીઓને તેમના વતનમાં વસતા લોકોને ફોન કરી ભાજપને જીતાડવા અપીલ કરવામાં આવી રહી છે. સાથે જ જે કોઈ વ્યક્તિ 20 લોકોને ફોન કરી ભાજપને જ મતદાન કરવા જણાવશે તેમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાથે ચા નાસ્તો કરવાની સાથે ફોટો પાડવાનો મોકો મળશે.