અમદાવાદમાં જન્મ સમયે માતા પોઝિટિવ હોવાથી નવજાતને કોરોના, રાજકોટમાં એક દિવસમાં કોરોનાના 8 કેસ નોંધાયા

Gujarat Corona Case: ગુજરાતમાં કોરોનાના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. એક પછી એક શહેરોમાંથી દરરોજ કોરોનાના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં (Gujarat Corona Case) ફરી 1 નવજાત બાળકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ સોલા સિવિલમાં બાળકી સારવાર હેઠળ છે.

અમદાવાદમાં 1 દિવસની બાળકીને કોરોના
ગુજરાતમાં કોરોનાએ ફરી એકવાર દસ્તક દીધી છે, એક પછી એક કોરોનાના નવા કેસ સામે આવી રહ્યા છે. તેથી કોરોનાના વધતા કેસમાં બાળકોને સાચવજો કારણ કે 1 દિવસની બાળકીને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. નવજાત બાળકી કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ બાળકી સારવાર હેઠળ છે. કોરોનાગ્રસ્ત ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો.

ગુજરાતમાં 33 એક્ટિવ કેસ વધ્યા
ગુજરાતમાં એક જ દિવસમાં 33 એક્ટિવ કેસ વધ્યા છે, એ જ રીતે અમદાવાદ શહેરમાં 14 એક્ટિવ કેસનો વધારો જોવા મળ્યો છે.

અત્યારે અમદાવાદ શહેરમાં 145, રાજકોટ શહેરમાં 23, જામનગર શહેર 11, સુરત શહેર 9, ભાવનગર શહેર 7, કચ્છ 6, મહેસાણા 6, ગાંધીનગર શહેર 5, બનાસકાંઠા, ભાવનગર અને ખેડામાં 2-2 કેસ તદુપરાંત જૂનાગઢ શહેર, પાટણ, રાજકોટ, સાબરકાંઠા અને વલસાડમાં એક એક કોવિડ એક્ટિવ કેસ છે. 223 એક્ટિવ કેસમાંથી 210થી વધુ દર્દી હોમ આઈસોલેશનમાં છે જ્યારે 11 જેટલા દર્દીઓ હોસ્પિટલ બિછાને સારવાર લઈ રહ્યા છે.