ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાંથી ચોકાવનારો કિસ્સો જોવા મળ્યો છે. આ બનાવમાં એક દુલ્હન વિદાય બાદ ગાડીમાં બેસીને સાસરે પહોંચી હતી અને ગાડીમાંથી ઉતરી ત્યાં તો તેના પતિને લાફો મારીને પિયર જતી રહી હતી. વાત એટલી મોટી થઇ ગઈ હતી એ પોલીસની મદદ લેવામાં આવી હતી.
પોલીસ દ્રારા જાણવા મળ્યું છે કે, રવિવારે લવાયન ગામમાં આ બનાવ બન્યો હતો. આ ઘટનાએ આખા ગામમાં હોબાળો મચાવી દીધો હતો. આખા ગામમાં નવી વહુની જ વાતો ચાલી રહી છે. પ્રાથમિક જાણકારીમાં પ્રેમ પ્રસંગનો મામલો હોવાનુંની સામે આવ્યું છે.
જ્યારે જાન લઇને દુલ્હનના ઘરે પહોંચ્યા હતા ત્યારે ધામધૂમથી વિવાહ પૂર્ણ થયા હતા. છોકરીએ ચૂપચાપ લગ્ન કર્યા અને 7 ફેરા પણ ફરી લીધા હતા પણ જ્યારે તે બીજા દિવસે સાસરે પહોંચી ત્યારે થપ્પડને કારણે સંપૂણ ઘટના સામે લાવી હતી.
અગાઉ પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જૌનપુરમાં આવા ઘણા કેસ સામે આવી રહ્યાં છે, જેમાં 10 દિવસ પહેલા એક લગ્નમાં વરપક્ષ તરફથી એક યુવક સ્ટેજ પર ગયો તો વર પક્ષના લોકોએ તેને ના પાડી હતી. ત્યારબાદ ત્યાં મારપીટ શરૂ થઇ ગઇ હતી. દુલ્હાએ ગુસ્સામાં આવીને દુલ્હનને લાફો માર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.