માર્ગ અકસ્માતની ઘટનામાં સમગ્ર દેશમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. દરરોજના ઓછામાં ઓછા 3-4 અકસ્માતની ઘટનાઓ સામે આવતી હ્યો છે. જેમાં અનેક લોકો પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવી બેસતા હોય છે. હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે.
રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક હૃદય દ્રાવક ઘટના સર્જાઈ હતી. આ ઘટના સાંભળીને ભલભલા લોકો ભાવુંક થઈ જશે. લગ્ન કર્યાં પછી દુલ્હા-દુલ્હન હજુ એકબીજાને સરખું જાણે એની પહેલા જ બંનેના અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
દુલ્હનના હાથમાંથી હજુ તો મહેંદીનો રંગ પણ ઉતર્યો ન હતો કે, મોટી દુર્ઘટનામાં મોતને ભેટી હતી. બંને પરિવાર સવારમાં લગ્નથી ખુશ હતા પણ આ ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે, આ ગમખ્વાર અકસ્માત જયપુર-દિલ્હી હાઈવે ઉપર ચંદવાજી વિસ્તારમાં સર્જાયો હતો.
નવવિવાહિત દંપતી પોતાના સંબંધીએ આપેલા નિમંત્રણને કારણે જમવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી એક બસે તેમની બાઈકને ટક્કર મારી હતી. ટક્કર માર્યા પછી બસ ડિવાઈટરથી ટકરાઈને પલટી મારી ગઈ હતી. આ દરમિયાન યુવકના ઘરમાં આનંદ બમણો હતો.
કારણ કે, હજુ 15 દિવસ અગાઉ એટલે કે, 27 નવેમ્બરે તેની કુલ 3 ત્રણ બહેનોના લગ્ન હતા. માતા-પિતા ખુશ હતા કે, બાળકોના વિવાહ પછી તેમના માથા પરથી મોટી જવાબદારી ઉતરી જશે. મૃતક મહેશ કુલ 7 બહેનોમાં એકનો એક ભાઈ હતો. જે આ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો.
બસ તથા બાઈકના અકસ્માતમાં બસમાં સરવાર કેટલાક પેસેન્જરો ગંભીર ઘાયલ થયા હતા. બસમાં ફસાયેલ લોકોને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા. આની સાથે જ ઈજાગ્રસ્ત લોકોને પાસેની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle