આખાં ભારતમાં 3 ઓગસ્ટનાં રોજ ભાઇ-બહેનના પવિત્ર બંધનના પ્રતીકરૂપે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. જો, કે આ દિવસે પૂનમ રાતના 9.27 મિનિટ સુધીનો જ છે,તો ત્યાં સુધીમાં રાખડી બાંધવી આવશ્યક ગણાય છે. સોમવારને દિવસ આવેલી રક્ષાબંધન ભાઇની પ્રતિભાને વધારવા માટે શ્રદ્ધાપૂર્વક કરવામાં આવેલ પ્રાર્થના એ ચોક્કસ ફળે છે.
શ્રાવણ સુદ પૂનમનાં રોજ રક્ષાબંધનનાં પર્વની ઉજવણી થાય છે. જ્યોતીષ ચેતન પટેલના જણાવ્યા મુજબ કોરોના રોગના આપત્તિકાળમાં આવનારી આ રક્ષાબંધન ખાસ કરીને ભાઇની રક્ષા કરે તે અનિવાર્ય જણાઈ રહ્યું છે. સાથે ચંદ્રના સોમવારે આવતી રક્ષાબંધન ભાઇ-બહેનના સંબંધોને વધુ સૌમ્ય બનાવીને ખીલવી જશે.
સવારે 9.28 વાગ્યાં સુધીનો ભદ્રા યોગ રહેલ છે, જેને કારણે તેના પહેલા રાખડી બાંધવી ન જોઈએ.ધાર્મિક માન્યતાઓ મુજબ ભદ્રા યોગનાં સમયમાં રક્ષાબંધનનું કાર્ય કરવું એ વર્જિત મનાય છે . જેથી,તેના અંત પછી જ, બહેને ભાઈના કાંડા પર રાખડી બાંધવી જોઈએ આ માટે 3 ઓગસ્ટે સવારે 9.28 કલાક થી રાતનાં 9.11 વાગ્યાં સુધીના શુભ મુહૂર્તમાં રક્ષાબંધનની ઉજવણી કરવી જોઈએ. જેનાંથી ભાઈની રક્ષા થાય અને ભાઈ સકુશળ રહે એવી બહેનની કામના પૂરી થાય તથા બહેન ભાઈનો પ્રેમ પણ વધુ અતૂટ બની રહેશે.
રાખડી બાંધવા માટે 9.29થી 11.7 મિનિટનું મુહૂર્ત શુભ
સવારે 9.29 વાગ્યા થી 11.07 મિનિટ સુધી ચલ ચોઘડિયું રહેલું છે.
બપોરે 12.19 વાગ્યા થી 13.13 મિનિટ સુધીનું અભિજિત મુહૂર્ત રહેલું છે.
બપોરે 2.24 વાગ્યાં થી 4.02 મિનિટ સુધીનું શુભ ચોઘડિયું રહેલું છે.
બપોરે 4.02 વાગ્યા થી 5.40 મિનિટ સુધીનું લાભ ચોઘડિયું રહેલું છે.
સાંજે 5.40 વાગ્યાં થી 7.19 સુધીનું અમૃત મુર્હુત રહેલું છે.
સાંજે 7.19 વાગ્યા થી 8.40 સુધીનું ચલ ચોઘડિયું રહેલું છે.
કોરોનાને કારણે તપોધન યુવા બ્રહ્મ સમાજ દ્વારા ઓનલાઈન યજ્ઞોપવીત ધારણ કરવામાં આવશે. સમાજના યુવા પ્રમુખ એવાં પાર્થ રાવલના જણાવ્યા મુજબ 50થી પણ વધુ લોકો દ્વારા સોશિયલ મીડિયાનાં સહકારથી ગોર મહારાજની ઉપસ્થિતિમાં ઓનલાઇન યજ્ઞોપવીત ધારણ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.