ગુજરાતમાં 12 MLA, 27 કોર્પોરેટરો, 3 પૂર્વ ધારાસભ્ય અને 10થી વધુ સ્થાનિક નેતાઓ કોરોનાનો ભોગ બન્યા- સામે આવ્યું નામ સહીતનું લીસ્ટ

ગુજરાતમાં બેકાબૂ થયેલ કોરોનાની ઝપેટમાં સામાન્ય લોકોની સાથે-સાથે 50થી પણ વધુ નેતાઓ તેની ઝપટમાં આવી ગયા છે,જેમાં સૌથી વધુ કુલ 27 કોર્પોરેટર,12 ધારાસભ્ય,3 પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મુખ્યમંત્રી(શંકરસિંહ વાઘેલા) અને પૂર્વ કેન્દ્રીયમંત્રી(ભરતસિંહ સોલંકી)સહિતનાં ભાજપ અને કૉંગ્રેસના કુલ 10થી પણ વધુ સ્થાનિક આગેવાનોનો સમાવેશ થાય છે.

આ અંગે એક ખાનગી ન્યુઝ એજ્ન્સીની ટીમે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતમાં નેતાઓને થયેલ કોરોના અંગેનું એક વિશ્લેષણ પણ કર્યું હતું.આ વિશ્લેષણમાં અમદાવાદના કુલ 23 કોર્પોરેટર, સુરતના 2, ભાવનગર-જૂનાગઢના 1-1 કોર્પોરેટર સહિતના સુરતના 1 પૂર્વ ધારાસભ્ય, વડોદરાના 2 પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના અન્ય શહેરોના કુલ 10થી પણ વધુ સ્થાનિક આગેવાનો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ 23 જેટલા કોર્પોરેટર અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે,જેમાંથી 2 કોર્પોરેટર એવા બદરુદ્દીન શેખ અને ગ્યાપ્રસાદ કનોજિયાના તો મોત પણ થઈ ચૂક્યા છે.કોરોનાથી સંક્રમિત થયેલ ભાજપના અમદાવાદના કોર્પોરેટરોમાં સાધનાબેન જોષી નારણપુરા વિસ્તારમાં,જીગ્નેશ પટેલ નવાવાડજ વિસ્તારમાં,ગ્યાપ્રસાદ કનોજીયા ખોખરા વિસ્તારમાં,દિલીપ બગરિયા વેજલપુર વિસ્તારમાં,કાંતિ પટેલ બોડકદેવ વિસ્તારમાં,જ્યોત્સના પટેલ ગોતા વિસ્તારમાં, રમેશ પટેલ મણિનગર વિસ્તારમાંનો સમાવેશ થાય છે.

જ્યારે કોરોનાથી સંક્રમિત થયેલ કોંગ્રેસના કોર્પોરેટરની વાત કરીએ તો દિનેશ શર્મા અને યશવંત યોગી ઇન્ડિયા કોલોની વિસ્તારમાં, બદરૂદ્દીન શેખ અને કમળાબહેન ચાવડા બહેરામપુરા વિસ્તારમાં, નફિસાબહેન સરખેજ વિસ્તારમાં, ઇલાક્ષી પટેલ ભાઈપુરા વિસ્તારમાં, હાજીભાઈ મિર્ઝા મકતમપુરા વિસ્તારમાં અને રણજિતસિંહ બારડ વિરાટનગર વિસ્તારમાં પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જ્યારે 22 જુલાઈનાં રોજ AMCના ઈન્દ્રપુરી વોર્ડના કોર્પોરેટર અને રબારી કોલોનીના વિષ્ણુનગરમા રહેતા શૈલેષ પટેલનો પણ રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતા જ સારવાર માટે SVP હોસ્પિટલમાં  ખસેડવામાં આવ્યા છે.

આની પહેલા પણ ભાજપના કિશોર ચૌહાણ, પૂર્ણેશ મોદી, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, VD ઝાલાવાડિયા અને મંત્રી રમણ પાટકર પણ કોરોનાનો ભોગ બન્યા હતા. જ્યારે કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાડી, ચિરાગ કાલરિયા અને ગેનીબેન ઠાકોરને પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

આની ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા તથા પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જો, કે આ તમામ નેતાઓમાંથી હાલમાં કાંતિ ખરાડી અને ભરતસિંહ સોલંકી જ સારવાર હેઠળ છે. જ્યારે બાકીના તમામ નેતાઓ સાજા થઈ ચૂક્યા છે. આની ઉપરાંત અમદાવાદનાં ઘણાં શહેરોના નગરસેવકોને પણ કોરોના થયો હતો.

સુરતમાં ધારાસભ્ય અને પરિવાર સહિત કોર્પોરેટરો અને કાર્યકરો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. ધારાસભ્ય પૂર્ણેશ મોદીના પરિવારના 5 સભ્યો પણ કોરોનાનો ભોગ બન્યા છે. જ્યારે સ્થાનિક નેતાઓ અને કાર્યકરોની જાણ કરીએ તો મોસિન લોખંડવાલા(ભાજપ, કાર્યકર), હિતેશ ગામીત (કોર્પોરેટર, વોર્ડ નં. 21) અને તેની દીકરી, પૂર્વ કોર્પોરેટર દિપક આફ્રિકાવાલા(વોર્ડ.નં. 20), મુકેશ દેસાઈ (ભાજપ કાર્યકર, વોર્ડ. નં. 1),મહેશ કાંકરિયા (ભાજપ કાર્યકર, વોર્ડ.નં 4), રમેશ વાણિયાવાલા(ભાજપ મહામંત્રી, વોર્ડ. નં 16), સંજય વસાણી (ભાજપ કાર્યકર), નિલેશ કુંભાણી (કોંગ્રેસ કોર્પોરેટર), નૈષધ દેસાઈ(ઇન ટુક પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા) વોર્ડ નં.8ના કોંગ્રેસનાં પ્રમુખ જસ્મીન મર્ચન્ટ, સુરત કોંગ્રેસ મહામંત્રી બળવંત જૈન, સુરત શહેર મંત્રી જયેશ ગજેરા સહિત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ મંત્રી ફિરોઝ મલિક પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.

જ્યારે વલસાડમાં રાજ્યકક્ષાના મંત્રી રમણ પાટકર અને તેમનો પરિવાર પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. જો, કે રમણ પાટકર હવે પાછાં સ્વસ્થ થઈ ગયા છે. ડાંગ જિલ્લામાં એકપણ રાજકીય નેતાને કોરોનાનું સંક્રમણ લાગ્યું નથી. તાપી જિલ્લામાં પણ એકપણ રાજકીય નેતાને કોરોના થયો નથી. તથા નવસારીમાં પણ પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આખાં વિશ્વમાં હાહાકાર મચાવી રહેલ કોરોનાથી વડોદરા શહેર-જિલ્લામાં પણ ઘણાં રાજકીય આગેવાનો સંક્રમિત થયા છે. આ રાજકીય અગ્રણીઓમાં વડોદરાના ભાજપ અગ્રણી અને સ્ટેન્ડિગ કમિટીના પૂર્વ ચેરમેન યોગેન્દ્ર સુખડીયા અને વડોદરા શહેર ભાજપનાં ઉપાધ્યક્ષ એવાં મહેશ શર્માનું કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

જ્યારે વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને અગાઉ પેટાચૂંટણીના ભાજપના સંભવિત ઉમેદવાર અક્ષય પટેલને પણ કોરોના પોઝિટિવ આવતા હાલ હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ છે. તેની સાથે-સાથે કરજણના જ ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે, અને હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમજ જિલ્લાના સાવલી વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે.

અમદાવાદ, રાજકોટ અને સુરતમાં પણ ઘણાં રાજકીય આગેવાનોને કોરોના સંક્રમણ લાગ્યું છે. પણ સદભાગ્યે રાજકોટનો એકપણ નેતા હજુ સંક્રમિત થયો નથી. જ્યારે સૌરાષ્ટ્રનાં અન્ય વિસ્તારની વાત કરીએ તો જામનગર માર્કેટયાર્ડના ચેરમેનનું કોરોનાને લીધે મોત થઈ ગયું છે. તથા ભાવનગરમાં પણ કોર્પોરેટરને કોરોના થયો હતો. પણ સારવાર લીધા પછી તેઓ પાછાં સાજા થઈ ગયા છે. જામજોધપુરના કોંગી ધારાસભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તેઓ પાછાં સાજા પણ થઈ ગયા છે.

ભાવનગરના દક્ષિણ સરદારનગર વોર્ડ નંબર-11ના ભાજપના કોર્પોરેટર એવાં કિશોર ગુરુમુખાણીની પણ તબિયત લથડતાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરવામાં આવતા 14 જુલાઈના રોજ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેથી ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ થયા હતા. ત્યારપછી કોરોનામુક્ત થતા જ તેમને 19 જુલાઈએ  ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. તથા જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય એવાં ચિરાગ કાલરિયાનો પણ 25 જૂને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચિરાગ કાલરિયાને પણ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

થોડા દિવસ પછી તેમનો પણ કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા આપવામાં આવી હતી. જ્યારે જામનગરના લાલપુર માર્કેટિંગયાર્ડના ચેરમેન ભીખાભાઈ ભેંસદડીયાનું પણ કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 7 જુલાઇએ તબિયત બગડતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા અને 8 જુલાઇએ તેનું મોત થયું હતું. જ્યારે 23 જુલાઈએ જૂનાગઢ મનપાના ભાજપના નગરસેવક અને સિંધી સમાજના આગેવાન રાજુભાઇ નંદવાણીનું કોરોનાને લીધી રાજકોટમાં મૃત્યુ થયું છે.

સૂરતમાં પણ ક્રાઇમ બ્રાન્ચ ના વધુ કુલ 5 પોલીસકર્મી ના કોરોના રિપોર્ટ પોઝેટીવ આવ્યાં હતાં. કુલ 4 PSI સહીત 2 કોન્સ્ટેબલ પણ ની ઝપેટમાં આવી ચૂક્યા છે.મહિલા PSI સિંધા, સાયબર ક્રાઇમના JB આહીર સહીત બીજાં એક PSIનો પણ રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.અગાઉ પણ ACP આર.આર સરવૈયા PI ધાસુરાં પણ કોરોના ની ઝપેટમાં આવી ચૂક્યા છે.ક્રાઇમબ્રાન્ચમાં પણ કોરોનાનાં કેસ આવવાથી સહકર્મીઓમાં ફફડાટ જોવાં મળ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *