હાલ કોરોનાના સમયગાળામાં દેશમાં તૈયાર કરવામાં આવેલી બે રસીઓ કોવિશિલ્ડ અને કોવેક્સિનના મિશ્રણએ વધુ સારા પરિણામો આપ્યા છે. તેની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થયેલો જોવા મળ્યો છે. તબીબી સંસ્થા ICMR ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ અભ્યાસ UP ના સિદ્ધાર્થનગરમાં એવા લોકો પર કરવામાં આવ્યો હતો જેમને કોવિશિલ્ડની પ્રથમ રસી પછી ભૂલથી કોવેસીનનો બીજા ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારે આ મુદ્દે ભારે હોબાળો મચી ગયો હતો. જો કે તબીબી સંસ્થાએ આ અંગે વધુ અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું છે.
ભારતીય તબીબી સંશોધનના નિષ્ણાત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, બંને ડોઝ કોવિશિલ્ડ અને કોવેક્સિનના અપાતા લોકોની રોગપ્રતિકારશક્તિ વધુ સારી છે. સિદ્ધાર્થનગરમાં રસીકરણના કાર્યક્રમ દરમિયાન બે જુદી જુદી રસીઓ આપવામાં આવી હોવાની ઘટનાને સામે આવી છે અને જેને લઈને હંગામો થઇ રહ્યો હતો. જેના કારણે ડર હતો કે રસી મેળવવા અંગે થોડો સંકોચ થઈ શકે છે.
જો કે, ICMR ના અભ્યાસ આશંકાઓથી વિરુદ્ધ પરિણામો આપ્યા છે. ICMRએ શોધી કાઢયું કે,બંને એક જ ડોઝ લેનારાઓ કરતા કોવિશિલ્ડ અને કોવેક્સીન એમ બંનેને અલગ ડોઝ લીધેલા લોકોની રોગપ્રતિકારક શક્તિ સારી છે. ICMRના સંસ્થાના પ્રમુખ અને ચેપી રોગના નિષ્ણાત ડૉ.સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, તે એક કુદરતી પ્રયોગ જેવું હતું, જ્યારે બીજ ડોઝ તરીકે અલગ રસી આપવાના પરિણામોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભૂલથી જેમને આ રસી લીધી હતી તેમની અલગથી તપાસ કરવામાં આવી હતી. જો કે, આ 18 લોકોમાંથી બે લોકોએ આ તપાસમાં સહકાર આપવાની ના પાડી હતી. બાકીના 16 લોકોમાંથી 11 પુરુષો અને 7 મહિલાઓ હતા, જેમની સરેરાશ ઉંમર 62 વર્ષ છે.
મળતી માહિતી અનુસાર, માત્ર 5.5 ટકા લોકોઓ વધારે ટેન્શનની ફરિયાદ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ અભ્યાસમાં કોવિશિલ્ડ અને કોવેક્સીનના મિશ્રિત ડોઝ (1-1 ડોઝ) લેનારા લોકોની અને જેઓ બંનેના બે ડોઝ અલગથી લે છે તેમની રોગપ્રતિકારકશક્તિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર અભ્યાસમાં 40 જેટલા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ત્રણ જૂથમાં, રસીકરણ પછી કેટલાક સમય માટે સામાન્ય અને નાની શારીરિક સમસ્યાઓ નોંધવામાં આવી હતી. મિશ્ર ડોઝ લેનારાઓનો પ્રતિકાર કોરોનાના આલ્ફા, બીટા અને ડેલ્ટા વગેરેની સામે શ્રેષ્ઠ જણાય હતી. તેમાં એન્ટિબોડીઝનું પ્રમાણ પણ ખૂબ સારા પ્રમાણ હતું.
પબ્લિક હેલ્થ એક્સપર્ટ ડૉ.સમીર ભાટીના કહ્યા અનુસાર, કોવીશિલ્ડ અને કોવેક્સીન બંને અલગ અલગ રીતે બનેલી કોરોનાની રસી છે. કોવેક્સીનમાં કોરોનાના મૃત વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તે શરીરની રોગપ્રતિકારક શક્તિને કોરોના વાયરસની સામે શક્તિ વિકસાવવાનું કામ કરે છે. જ્યારે કોવિડશિલ્ડ વાયરસ વેક્ટર ફોર્મ્યુલા પર આધારિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.