સુપરસ્ટાર જોસેફ વિજયનું નિધન? ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યું છે ‘RIP JosephVijay’ – જાણો સત્ય હકીકત

પ્રખ્યાત સ્ટાર જોસેફ વિજય ચંદ્રશેખર(Joseph Vijay Chandrasekhar), જેમને તેમના ચાહકો પ્રેમથી દલપતિ વિજય તરીકે બોલાવે છે. 47 વર્ષીય અભિનેતા જોસેફ વિજયે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી(South Film…

પ્રખ્યાત સ્ટાર જોસેફ વિજય ચંદ્રશેખર(Joseph Vijay Chandrasekhar), જેમને તેમના ચાહકો પ્રેમથી દલપતિ વિજય તરીકે બોલાવે છે. 47 વર્ષીય અભિનેતા જોસેફ વિજયે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી(South Film Industry)ને અનેક ફિલ્મો આપી છે અને તેમની ઘણી લાંબી ફેન ફોલોઈંગ(Fan following) છે. ટૂંક સમયમાં અભિનેતાની ફિલ્મ બીસ્ટ પણ રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ, અચાનક જ તેના મૃત્યુના સમાચાર ટ્વિટર(Twitter) પર ટ્રેન્ડ કરી રહ્યા છે અને યૂઝર્સ(Users) એક પછી એક ટ્વિટ કરી રહ્યા છે અને તેના મૃત્યુની તસવીરો પણ શેર કરી રહ્યા છે.

સાઉથ સિનેમામાં ફેન્સમાં પોતાના ફેવરિટ સુપરસ્ટારનો જબરદસ્ત ક્રેઝ છે. જ્યારે પણ કોઈ સુપરસ્ટારની ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે ચાહકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળે છે. આવી સ્થિતિમાં ઘણી વખત જોવા મળે છે કે, સ્ટાર્સના ફેન્સ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે શાબ્દિક યુદ્ધ પણ શરૂ કરી દે છે. આ જ કારણ છે કે, અચાનક જ સુપરસ્ટાર જોસેફ વિજયના મૃત્યુના સમાચાર ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યા.

હકીકતમાં, તાજેતરમાં એક્ટર રામચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે અને આવતાની સાથે જ સિનેમાઘરોમાં છવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં જ સુપરસ્ટાર જોસેફ વિજય ચંદ્રશેખરની ફિલ્મ બીસ્ટ પણ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

આવી સ્થિતિમાં, તેના નફરત કરનારાઓ અને ચાહકો વચ્ચે સોશિયલ મીડિયા પર યુદ્ધ ઉભું થયું છે અને ઘણા વપરાશકર્તાઓ #RipJosephVijay હેશટેગ સાથે ટ્વિટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર જોસેફ વિજયના મૃત્યુની વિકૃત તસવીરો મીમ્સની જેમ શેર કરવામાં આવી રહી છે.

અભિનેતા જોસેફની આગામી ફિલ્મ બીસ્ટ કોમેડી એક્શન ફિલ્મ છે. તે નેલ્સન દ્વારા નિર્દેશિત અને સિન પિક્ચર્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મમાં જોસેફ વિજયની સામે અભિનેત્રી પૂજા હેગડે જોવા મળશે. તમિલની સાથે આ ફિલ્મ કન્નડ, મલયાલમ અને તેલુગુમાં પણ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *