Gujarat Police Bharti: ગુજરાત પોલીસની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો પોલીસ ભરતીની (Gujarat Police Bharti ) તૈયારી કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ આ ભારતીમાં લાખો ઉમેદવારોએ ફોર્મ પણ ભર્યાં છે. ત્યારે હવે ક્યારે તેની શારીરિક કસોટી લેવાશે?
તેની ઉમેદવારો મીટ માંડીને બેઠા છે. મળતી વિગતો પ્રમાણે જાન્યુંઆરીમાં આ ભરતીની શારીરિક કસોટી યોજાઈ શકે છે. પોલીસ ભરતી માટે શારીરિક કસોટી અંદાજે બે મહિના ચાલશે.
કઈ પોસ્ટની કેટલી જગ્યા પર ભરતી?
બોર્ડ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેકટરની 472 જગ્યાઓ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 6600 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 જગ્યાઓ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ(SRPF)ની 1000 જગ્યાઓ, જેલ સિપોઈ(મેલ)ની 1013 જગ્યાઓ તેમજ જેલ સિપોઈ(ફીમેલ)ની 85 જગ્યાઓ મળીને કુલ 12,472 જેટલી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે.
આ સ્થળે યોજાશે પરીક્ષા
આ સાથે જ જો સ્થળ અંગે વાત કરવામાં આવે તો અમદાવાદ શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, સાબકકાંઠા, ભરૂચ, જામનગર, સીઆરપીએફ અમદાવાદ, સીઆરપીએફ ગોધરા, સીઆરપીએફ નડિયાદ, સીઆરપીએફ ગોંડલ અને સીઆરપીએફ સુરતના ગ્રાઉન્ડના નોડલ અધિકારી અને તેમની વિગતો આપવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App