ગુજરાત માટે આગામી 3 દિવસ ‘ભારે’; અનેક જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે, જાણો અંબાલાલની આગાહી

GujaratWeather Forecast: રાજયમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી,દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ, નવસારી, તાપી, દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી સાથે સાથે નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, ભાવનગર, અમરેલીમાં ભારે વરસાદની આગાહી(GujaratWeather Forecast) હવામાન વિભાગ દ્રારા આપવામાં આવી છે.દરિયાકાંઠા પવનની ગતિ 30/40 કિમી પ્રતિકલાકની રહે તેવી શકયતાઓ છે.

15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું
આજ સવારથી ગુજરાતના અમદાવાદ સહીત ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી વરસાદની પેટર્ન બદલાઈ છે. અમુક ભાગમાં વરસાદી માહોલ તો ક્યાંક વરસાદનું ટીપું પણ જોવા મળતું નથી. આવામાં હવામાન વિભાગની વરસાદની નવી આગાહી સામે આવી છે. આજે શુક્ર્વારે સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી સામે આવી છે. જેમાં 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અહીંયા વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે સાંજે સાત વાગ્યા સુધી 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે અહીં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, વડોદરા, આણંદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગાજવીજ અને 40 કીમીની ઝડપે ફૂંકાઈ શકે છે.

મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટ્રોમની વોર્નિંગ
આજે આખા દિવસની આગાહીમાં હવામાન વિભાગ આગાહી કરતા જણાવ્યું છે કે , આજે જ્યાં અતિભારે વરસાદની આગાહી છે અને ઓરેન્જ એલર્ટ છે, તેમાં સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે.

જ્યારે આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર, ભરૂચ, તાપી, અરવલ્લી, નર્મદા, ડાંગમાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આજે કચ્છમાં ભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટ્રોમની વોર્નિંગ છે.