વાવાઝોડું, વરસાદ…: ગુજરાતના માટે અગામી ત્રણ દિવસ હજુ ભારે, અંબાલાલ પટેલની મોટી આગાહી

Ambalal Patel prediction: ગુજરાતમાં માવઠાએ કહેર વર્તાવ્યો છે, ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન પહોંચ્યુ છે. છેલ્લા ચાર દિવસથી રાજ્યના વાતાવરણમાં (Ambalal Patel prediction) જોરદાર પલટો આવ્યો છે અને તેના કારણે કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવે વધુ એક મોટુ અપેડટ સામે આવ્યુ છે જેમાં હવામાન વિભાગે હજુ પણ 12 મે સુધી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગની માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, તાપી, ભરૂચ, અમરેલીમાં મધ્યમથી વધુ વરસાદનું અનુમાન છે. દેવભૂમિ દ્વારકા અને ગીરસોમનાથ, જામનગર પોરબંદરમાં પણ ગાજવીજ અને ભારે પવન સાથે મધ્યમ વરસાદની આગાહી છે. સામાન્ય રીતે આખા ગુજરાતમાં 9 મે સુધી વરસાદનું અનુમાન છે. ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ અને ક્યાંક પૂરનીસ્થિતિ સર્જાઇ તેવા વરસાદની આગાહી કરી છે. 9 મે બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટી જશે અને 10 મે થી 12 મે સુધીમાં રાજ્યામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 13 મે બાદ ગુજરાતમાં વરસાદ બંધ થઇ જાય તેવું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે.

સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠામાં પવનની ગતિ ભારે રહે તેવી શક્યતા
ગુજરાતમાં મોટાભાગના જિલ્લામાં 9 મે સુધી સવારમાં સૂર્ય દેખાશે તાપ નીકળશે પરંતુ સાંજના સમયે વાતાવરણમાં પલટો આવશે અને અચાનક વાદળો ઘેરાશે અને પવનની ગતિ પણ વધશે અને સાંજથી રાત અને સવાર સુધી વરસાદ શરૂ થશે. આ સમયે મીની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે, વરસાદ દરમિયાન પવનની ગતિ 50થી 80 પ્રતિ કિમીની ઝડપે પવન ફૂંકાશે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠામાં પવનની ગતિ ભારે રહે તેવી શક્યતા છે.

આ વિસ્તારમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે વડોદરા, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, નર્મદા, સુરત વિસ્તારમાં અતિ ભારે વરસાદનું અનુમાન આપ્યું છે. જેને પગલે પૂર જેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. નવસારી, ડાંગ, કચ્છમાં મધ્યમ વરસાદનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ત્રણ અપર એયર સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના કારણે છેલ્લા 48 કલાકથી રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્રણ દિવસમાં આકાશી આફતે 21થી વધુના લોકોનો જીવ લીધો છે. 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 45 પશુના પણ મૃત્યુ થયા છે, હવામાન વિભાગે હજુ પણ 12 મે સુધી વરસાદની આગાહી કરી છે.