ગુજરાત(GUJARAT): દેશમાં બજેટ(Budget) બહાર પડતા આજરોજ ગાંધીનગર(Gandhinagar) ખાતે મુખ્યમંત્રી(CM) ભુપેન્દ્ર પટેલની(Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકનું(Cabinet meeting) આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠકમાં ગત રોજ લોકસભામાં નાણામંત્રી(Minister of Finance) દ્વારા રજૂ કરાયેલું કેન્દ્રીય બજેટ પર ચર્ચાઓ થઈ હતી. અને ગુજરાતને મળેલા લાભ અંગે કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા બોલાવવામાં આવેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-૨૦૧૩” હેઠળ સમાવિષ્ટ 70 લાખ કુટુંબોને દર મહીને રાહતદરે કઠોળનું વિતરણ કરવામાં આવે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. 70 લાખ પ્રતિ કુટુંબ દીઠ 1 કિલો તુવેરદાળ હવે 50 રૂપિયા પ્રતિ કિલોના ફિક્સ ભાવે આપવાનો નિર્ણય કર્યો છે. આ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા નાફેડ દ્વારા રાજય સરકારને તુવેરદાળનો જથ્થો પુરો પાડવામાં આવે છે.
રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાના ભાવનો દર ત્રણ/ચાર માસે બદલાતાં, વેચાણ કિંમત પણ બદલાતી રહેતી હતી, આથી રેશનકાર્ડઘારકો માટે તુવેર દાળનો વિતરણ ભાવ ૫ણ બદલાતો રહેતો હતો.
પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, તુવેરદાળની આ યોજનામાં પ્રતિ કિલો એ ૩૦ રૂપિયા ફિક્સ સબસીડી રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાયેલ હોવાથી ભારત સરકાર દ્વારા અપાતા તુવેરદાળના જથ્થાનો ભાવ તથા તેમાં ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિગમના ગોડાઉનથી વ્યાજબી ભાવની દુકાનો સુઘી ૫હોંચતી કરી, દુકાનદારોનું કમિશન ખર્ચ ગણીને લાભાર્થીઓ સુઘી વિતરણ કરવામાં આવે છે ત્યાં સુઘીના આનુષાંગિક ખર્ચને આધારે તુવેરદાળની વેંચાણ કિંમત નિયત થાય છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તુવેરદાળના વિતરણ બાબતે અનિશ્ચિતતા ન રહે તથા સરળતાથી યોજનાનું અમલીકરણ થાય અને એકંદર બજારભાવો સ્થિર રહે તે માટે અને રેશનકાર્ડધારકો તુવેરદાળનો ઉપયોગ કરે તે માટે તુવેરદાળનો વિતરણભાવ 50 રૂપિયા પ્રતિ કિલો ફિકસ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રીએ એમ પણ જણાવ્યું કે, તુવેરદાળનું 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વિતરણ આગામી મહિનાથી થશે.
જીત વાઘાણીએ જણાવ્યું કે, રાજયની પ્રજાને અત્યંત રાહતદરે કઠોળ પુરું પાડીને કુપોષણ સામે રક્ષણ આ૫વા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની આ સરકાર કટિબઘ્ઘ છે. રાજય સરકારે કરેલા આ નિર્ણયને પરિણામે દર મહીને 11 કરોડ રૂપિયા જેટલો વઘારાનો સબસીડી ખર્ચ થશે અને વાર્ષિક 120 કરોડનો વધારાનો બોજ રાજય સરકાર વહન કરશે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.