હાઈવે પર જતા હોવ અને ટોલ પ્લાઝા આવે એટલે લાઈન જોઇને બધા એક વાત કરતા હોય છે કે, કેન્દ્ર સરકારે 100 મીટર લાઈન હોય ને 10 સેકંડથી વધુ સમય લાગે તો તમારે ટોલ દેવામાંથી મુક્તિ મળે છે. જેને કોઈ હાઇવે ટોલ કર્મચારી માનતા નથી હોતા. ત્યારે અમે તમને કેન્દ્ર સરકાર અને નેશનલ હાઈવે ઓથોરીટી ની એ જાહેરાત અને નિયમ (NHAI rule for toll plaza) દેખાડી રહ્યા છીએ અને સમજાવી રહ્યા છીએ જે જોઇને ટોલ પ્લાઝાનો કર્મચારી સીધો દોર થઇ જશે અને તમારી ગાડીને ફ્રીમાં જવા દેશે. NHAI દ્વારા 26 મે 2021 ના રોજ પસાર કરાયેલા નિયમ “ટોલ પ્લાઝા પર ફી ચૂકવ્યા વિના વાહનોને જવા દેવા અંગે” ના ( 10 second rule for toll tax) નિયમથી પ્રત્યેક ડ્રાઇવરે વાકેફ હોવા જોઈએ.
નોંધનીય છે કે NHAI એ બે વર્ષ પહેલા એક નિયમ જારી કર્યો હતો, જે અંતર્ગત ટોલ બૂથ પર વાહનોની લાઇન 100 મીટરથી વધુ ન હોવી જોઈએ. આ રીતે ટોલ પ્લાઝા પર ટ્રાફિકને કોઈપણ અવરોધ વિના પસાર થવામાં (10 second rule for toll plaza) મદદ મળે છે. ટોલ પ્લાઝાથી 100 મીટરનું અંતર દર્શાવવા માટે દરેક ટોલ લેન પર પીળી પટ્ટી લગાવવામાં આવે છે.
જો તમારી કાર 100 મીટરથી વધુ લાંબી કતારમાં ફસાઈ ગઈ હોય, તો તમને ટોલ ચૂકવ્યા વિના વાહન ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. NHAI માર્ગદર્શિકા અનુસાર, જો તમે 10 સેકન્ડથી વધુ રાહ જુઓ છો, તો તમે ટેક્સ ચૂકવ્યા વિના પાસ કરી શકો છો.
ઓર્ડરની એક નકલ તમારી મદદ માટે અમારા દ્વારા શેર કરવામાં આવી રહી છે. જો આ પછી કોઈ સમસ્યા હોય, તો તમે NHAI હેલ્પલાઈન 1033 પર સંપર્ક કરી શકો છો. તમે પણ આ પોસ્ટ અને લીંક વધુમાં વધુ શેર કરીને લોકો સુધી આ જાણકારી પહોંચાડજો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube