Surat Accident: સુરતમાં એકટીવા ચાલક મહિલાનું કમકમાટી ભર્યું મોત, જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત

Published on Trishul News at 12:21 PM, Fri, 17 November 2023

Last modified on November 17th, 2023 at 12:33 PM

Surat Accident” સુરતના વેસુ વિસ્તારમાં એક અકસ્માતની ઘટના બની હતી જેમાં 34 વર્ષીય મહિલાનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. કાપડ વેપારીની પત્ની દવા અને ઘરનો સામાન લઈને મોપેડ પર ઘરે પરત ફરી રહી હતી. દરમિયાન અકસ્માત નડ્યો હતો. મહિલાના અકસ્માતમાં મોતના પગલે એકના એક દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી છે.

મળતી માહિતી પ્રમાણે, વેસુ વિસ્તારમાં આવેલા કેસલ બ્રાઉન એપાર્ટમેન્ટમાં 34 વર્ષીય સોનલ ચિંતનભાઈ બાપના પરિવાર સાથે રહેતા હતા. અતિ ચિંતન કાપડ ના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સોનલ અને ચિંતનના 12 વર્ષ પહેલા લગ્ન થયા હતા અને રાજી ખુશીથી લગ્નજીવન જીવતા હતા. પરિવારમાં એક દીકરો છે.

ગતરોજ સોનલબેન બપોર બાદ ઘરનો સામાન અને દવા લેવા માટે ઘર નજીકમાં મેડિકલ પર ગયા હતા. જ્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન યુનિવર્સિટી અને સોમેશ્વર સર્કલ વચ્ચે સોનલબેનને અકસ્માત નડ્યો હતો. પરિવારના જણાવ્યા પ્રમાણે મોપેડ સ્લીપ (Surat Accident Activa accident) થયું હોવાની આશંકા છે.

અકસ્માત બાદ રોડ પર ગંભીર હાલતમાં પડેલા સોનલબેનને રાહદારી દ્વારા સામે આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન સોનલબેન નું મોત નીપજ્યું હતું. સોનલબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Be the first to comment on "Surat Accident: સુરતમાં એકટીવા ચાલક મહિલાનું કમકમાટી ભર્યું મોત, જાણો કેવી રીતે સર્જાયો અકસ્માત"

Leave a comment

Your email address will not be published.


*