હોલિવૂડ ફિલ્મ ઘોસ્ટ રાઈડરના એક્ટર નિકોલસ કેજે પાંચમી વખત લગ્ન કર્યા છે. 57 વર્ષના નિકોલસ કેજે પોતાની 26 વર્ષની જાપાની ગર્લફ્રેન્ડ રીકો શિબાટા સાથે લાગવેગાસમાં લગ્ન કરી લીધા છે. આ લગ્ન એક બહુ નાના અને ઈંટિમેટ સેરેમનીમાં થયા હતાં. એક ખાનગી મેગેઝીન સાથે વાત કરતાં નિકોલસ કેજે આ વાતની પુષ્ટિ પણ કરી છે. તેણે કહ્યું કે, હા એ સાચું છે અને અમે બહુ ખુશ છીએ.
નિકોલસ કેજ અને રીકો શિબાટાએ 16 ફેબ્રુઆરીએ લાસ વેગાસમાં લગ્ન કરી લીધા હતા. આ દિવસે નિકોલસ કેજ માટે ખૂબ જ ખાસ હતો. તેની ટીમે જણાવ્યું કે આ તારીખની પસંદગી નિકોલસના સ્વર્ગીય પિતાને સન્માન આપવા માટે કરવામાં આવી હતી. નિકોલસ અને રીકોની વેડિંગ આઉટફિટ્સની વાત કરવામાં આવે તો રીકો શિબાટાએ લગ્ન પર હેન્ડમેડ જાપાની બ્રાઈડલ કીમોનો પહેર્યો હતો. આ ત્રણ લેયરવાળા કિમોનો, ક્યોટો લેબલનો હતો. ત્યાં નિકોલસ કેજ ટોમ ફોર્ડે બનાવેલ ટક્સીડો પોતાના સ્પેશ્યલ દિવસ માટે પસંદ કર્યો હતો.
દુલ્હન રીકોએ કીરોરોના ગીત પર વિંન્ટર સોન્ગ પર એન્ટ્રી કરી હતી. નિકોલસ અને રિકોના લગ્ન ટ્રેડિશનલ કેથોલિક અને શિંટો રીતી રિવાજ મુજબ થઈ હતી. બંનેએ Walt Whitmanની કાવ્ય HAIKU મેળાવીને એક બીજાને લગ્નના સોગંધ ખાધા. લગ્ન પછી એક નાનું સેલિબ્રેશન પણ રાખવામાં આવ્યું હતું. જેમાં નિકોલસની એક્સ પત્નિ પણ શામેલ થઈ હતી.
લગ્ન પછી કપલ સેલિબ્રેશન હતું. જેમાં નિકોલસની પૂર્વ પત્ની એલિસ અને તેનો પુત્ર કૈલ સામેલ થયા હતાં. એલિસ અને નિકોલસ છૂટાછેડા બાદ પણ મિત્ર છે. નિકોલસ અને રીકો શિબાટાની મુલાકાત જાપાનના શીગામાં થઈ હતી. બંને એક બીજા સાથે 1 વર્ષથી વધુ સમય પસાર કરી ચૂક્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle