ચીનમાં પ્રચંડ બ્લાસ્ટ: એક સાથે આટલા લોકોએ ગુમાવ્યો જીવ

Restaurant in Yinchuan Gas Blast: ચીનમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે, રેસ્ટોરન્ટમાં થયેલા બ્લાસ્ટમાં 31 લોકોના મોત થયા હતા. ચીની સત્તાવાળાઓએ ગુરુવારે જણાવ્યું હતું કે,…

Restaurant in Yinchuan Gas Blast: ચીનમાં એક દુઃખદ અકસ્માત સર્જાયો છે, રેસ્ટોરન્ટમાં થયેલા બ્લાસ્ટમાં 31 લોકોના મોત થયા હતા. ચીની સત્તાવાળાઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, ઉત્તર-પશ્ચિમ ચીનમાં એક બરબેકયુ રેસ્ટોરન્ટમાં ગેસ વિસ્ફોટને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. આ બ્લાસ્ટમાં 7 લોકો ઘાયલ થયા છે, આ વિસ્ફોટ બુધવારે રાત્રે 8.40 કલાકે નિંગ્ઝિયા હુઈ સ્વાયત્ત ક્ષેત્રની રાજધાની યીનચુઆનના ભીડવાળા વિસ્તારમાં થયો હતો. આગામી ડ્રેગન બોટ ફેસ્ટિવલની ઉજવણી માટે લોકો એકઠા થયા હતા ત્યારે આ ઘટના બની હતી.

ચીનની એક ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર વિસ્ફોટના કારણે રેસ્ટોરન્ટને ખૂબ જ નુકસાન થયું છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો અને તે પછી તરત જ સમગ્ર વિસ્તારમાં ગાઢ કાળો ધુમાડો ફેલાઈ ગયો. આ સાથે રાંધણગેસની દુર્ગંધ ચારે બાજુ ફેલાઈ ગઈ હતી. ચેન નામના એક પ્રત્યક્ષદર્શીએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે તે 50 મીટર દૂર હતી. તેણે જોયું કે બે વેઈટર ઈમારતમાંથી બહાર નીકળ્યા. તેમાંથી એક તરત જ જમીન પર પડ્યો.

એક અહેવાલો અનુસાર, ઘટના પછી તરત જ અધિકારીઓએ શોધ અને બચાવ અભિયાન શરૂ કર્યું જે ગુરુવારે સવારે સમાપ્ત થયું. ચીનના ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલયે શોધ અને બચાવના પ્રયાસો પૂર્ણ થયાની પુષ્ટિ કરી છે. આ સાથે વિસ્ફોટનું કારણ જાણવામાં આવી રહ્યું છે. જોકે ચીનમાં આવા ઔદ્યોગિક અકસ્માતો સામાન્ય છે. તેની પાછળનું કારણ અપૂરતું મોનિટરિંગ, ભ્રષ્ટાચાર અને કંપનીઓ દ્વારા પૂરતા સલામતી ન આપતી ખર્ચમાં ઘટાડો છે.

ચીનમાં તાજેતરના મહિનાઓમાં આવી જ કેટલીક ઘટનાઓ જોવા મળી છે. મે ડેની રજા દરમિયાન પેટ્રોકેમિકલ પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટ દરમિયાન નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ત્રણ લોકો હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યા હતા. ફેબ્રુઆરીમાં પણ કોલસાની ખાણમાં ભંગાણમાં 53 મોંગોલિયન ખાણિયાઓએ જીવ ગુમાવ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં પણ એક કંપનીમાં આગ લાગી હતી, જેમાં 38 લોકોના મોત થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *