હાલમાં એક એવી ઘટના બની છે જેમાં એરપોર્ટથી ઉડાન પછી ટૂંક સમયમાં જ એક સૈન્ય જેટ ક્રેશ થયું. એરપોર્ટ પર હાજર સેંકડો મુસાફરોની નજર સામે થોડી મિનિટોમાં જ વિમાન બળીને રાખ થઇ ગયું હતું. સળગતા વિમાનને જોતા મુસાફરોએ ચીસો પાડી હતી.
હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ઇન્ડોનેશિયામાં શ્રીવિજયા એરલાઇન્સનું વિમાન શનિવારે ગુમ થયું હતું. જેમાં કુલ 62 લોકો સવાર હતા. એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી વિમાનનો કંટ્રોલ ટાવરથી સંપર્ક તૂટી ગયો હતો. દરિયામાં કેટલાક ઇલેક્ટ્રોનિક સાધનોના ટુકડા નજરે આવ્યા છે. જો કે, ગુમ થયેલ વિમાનના છે કે નહીં એની અંગેની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
રિપોર્ટ અનુસાર, એન્જિન નિષ્ફળ થયા પછી વિમાનમાં વિસ્ફોટ થયો હતો અને ત્યારબાદ તેમાં આગ લાગી હતી. વિમાનમાં સવાર અધિકારીઓ બચાવ મિશન પર જઈ રહ્યા હતા. નાઇજીરીયામાં 42 લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું, જેના વિશે બચાવ મિશન ચલાવવામાં આવી રહ્યું છે.
એન્જિનમાં આગ લાગ્યા બાદ, વિમાન દ્વારા ઇમરજન્સી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તે સફળ રહ્યો નહીં. એરપોર્ટના એક કર્મચારીએ જણાવ્યું હતું કે આ ઘટનાને આંખો સામે જોઇને લોકોએ ખુબ બૂમો પાડી. તે જ સમયે શનિવારે યુ.એસ.માં યુનાઇટેડ એરલાઇન્સના વિમાનમાં પણ આગ લાગી હતી. પરંતુ મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle