સુહાગરાતની રાતે પત્નીએ એવું તો શું કર્યું કે અડધી રાત્રે પતિને પોલીસ સ્ટેશન જવું પડ્યું, જાણો વધુ

Published on: 10:25 am, Fri, 3 May 19

લગ્નના દિવસે નવદંપત્તિના મનમાં ઘણી આશાઓ હોય છે કે તેમણે એક નવા જીવનમાં પ્રવેશ કર્યો છે. પરંતુ ક્યારેય આની ઉતાવળમાં સંબંધો વણસી જતા હોવાની ઘટનાઓ પણ બનતી હોય છે. તાજેતરમાં આવી જ એક ઘટના અમદાવાદમાં બની જેમાં પત્નીએ સુહાગરાતે પતિ સાથે શારીરિક સંબંધ બાંધવાની ના પાડતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત 27 એપ્રિલના રોજ દિલ્હી ખાતે પ્રિયા (બદલેલુ નામ) નામની યુવતીના લગ્ન અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતા કિશન (બદલેલુ નામ) સાથે સાથે થયા હતા. તેઓ 30 એપ્રિલના રોજ ટ્રેનમાં મુસાફરી કરી અમદાવાદ આવ્યા હતા. જ્યાં સુહાગરાતે પ્રિયાએ ખૂબ થાકી ગઇ હોવાથી આજે પતિ કિશન સાથે શારીરિક સંબંધ નહીં બાંધી શકુ તેવું કહેતા પતિ ગુસ્સે ભરાયો હતો અને પત્નિના ચારિત્ર્ય પર શંકા વ્યક્ત કરી હતી. જ્યાર બાદ કિશને પ્રિયાને માર મારવાનું શરુ કર્યું. આ દરમિયાન પેટ્રોલિંગ કરતી પોલીસ વાન ત્યાંથી પસાર થઇ હતી અને ઝઘડાનો અવાજ સાંભળી પોલીસ પીડિતાના ઘરે પહોંચી હતી. જ્યાંથી પીડિતાને પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતેના સખી વન સ્ટોપ સેંટરમાં લઇ આવી હતી તથા પતિની અટકાયત કરી હતી.

પ્રિયાએ લગાવેલા આક્ષેપ અનુસાર સુહાગરાતે શારીરિક સંબંધ બાંધવાના ના પાડતા તેના પતિ તેને માર માર્યો હતો અને અપશબ્દો પણ કહ્યા હતા. તેથી હવે તેને આ લગ્ન ટકાવવાની કોઈ ઇચ્છા નથી અને તે છૂટાછેડા લઇ લેશે તથા પતિ સામે કેસ દાખલ કરી તેને સજા અપાવશે.