Nilesh Real Estate News: સુરતના કતારગામ વિસ્તારમાં નિલેશ રીયલ એસ્ટેટ ગ્રુપએ ઉઠામણું કરવાનું સામે આવ્યું છે. આ ગ્રુપ એ તેમની કંપનીમાં 178 લોકો (Nilesh Real Estate News) પાસે રોકાણ કરાવ્યા બાદ રૂપિયા ત્રણ કરોડ 38 લાખનું ઉઠામણું કર્યું છે. આ કંપનીએ લોભામણી સ્કીમ બહાર પાડીને કંપનીમાં 178 લોકો પાસે નાણાનું રોકાણ કરાવીને છેતરપિંડી કરી છે. જો કે આ અંગે ચોકનાજર પોલીસને જાણ થતા ચોકબજારે પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપે 3 કરોડથી વધુનું ફુલેકુ ફેરવ્યું
સિંગણપોર કોઝવે રોડ ડી માર્ટ ની બાજુમાં સિલ્વર સ્ટોન આર્કેટમાં ત્રીજા માળે આવેલા નિલેશ ઇન્વેસ્ટમેન્ટ સેક બ્રોકર એન્ડ રીયલ એસ્ટેટ કંપનીના સંચાલક દ્વારા લોભામણી સ્કીમ બહાર પાડીને તેમની કંપનીમાં 178 લોકો પાસે રોકાણ કરાવ્યું હતું. બાદમાં રૂપિયા ત્રણ કરોડ 38 લાખમાં ઉઠમણું કરતા રોકાણકારો દોડતા થયા છે.
ચોક બજાર પોલીસના જણાવ્યા મુજબ ગોપીપુરા લુહાર મોહલ્લા ખાતે રહેતા 54 વર્ષીય ચેતનકુમાર ઈશ્વરલાલ વાઘેલા વર્ષ 2020 માં સિંગણપુર કોઝવે રોડ ડી માર્ટની બાજુમાં સિલ્વર સ્ટોન માર્કેટમાં ત્રીજા માળે આવેલ નિલેશ ઇન્વેસ્ટમેન્ટ શેર બ્રોકર એન્ડ કંપનીમાં નોકરી ઉપર લાગ્યા હતા. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર નિલેશ ખીમજીભાઈ જાદવ એ તેમને તેમની કંપનીમાં રૂપિયાનું રોકાણ પણ થાય છે, તમારા કોઈ અંગત માણસો હોય તો તેમને રોકાણ કરાવજો સારું વળતર મળશે, તેવી લોભાવની સ્કીમ આપી હતી.
પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો
લલચામણી સ્કીમ આપીને તેમને લલચાવ્યા હતા. તો નિલેશની વાતોમાં આવીને અને તેમની વાત ઉપર વિશ્વાસ કરીને 60,000 નું રોકાણ કર્યું હતું. જેનું દોઢ ટકા માસિક વળતર આપતા હતા. ત્યારબાદ ચેતનકુમાર વાઘેલાએ તેના હસ્ત કે સગા સંબંધીઓ સહિત કુલ 178 જેટલા રોકાણકારો પાસે કુલ રૂપિયા 3,38,93000નું રોકાણ કરાવ્યું હતું.
નિલેશ જાદવે શરૂઆતમાં સમયસર વળતર આપ્યું હતું ત્યારબાદ 2024થી વળતર આપવાનું બંધ કરી દીધું હતું. તેમ જ રોકાણકારો એ રોકાણ કરેલી મૂડી પણ પરત આપી ન હતી અને છેતરપીંડી આચરી હતી. જે બાદ આ બનાવ અંગે ચેતનકુમાર વાઘેલાએ ચોક બજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ત્યરે પોલીસે નિલેશ ખીમજી જાદવ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App