ઉત્તર પ્રદેશ(Uttar Pradesh): દેશભરમાં થી અવાર-નવાર હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એકવખત કાનપુર જિલ્લાના સરસૌલમાં નવ વર્ષના બાળકની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. માસૂમ સાથે એવી બર્બરતા કરવામાં આવી કે, સાંભળનારનું હૃદય ધ્રૂજી ઉઠે છે. હકીકતમાં, સોમવારથી ગુમ થયેલા 9 વર્ષના વિદ્યાર્થીની નરવાલના બેહતા સકટ ગામમાં નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. મંગળવારે સવારે ગામની બહાર ખેતરમાં તેની લાશ નગ્ન હાલતમાં મળી આવી હતી. બાળકનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, બાળકની તેની એક આંખ બહાર કાઢી નાખવામાં આવી હતી. અને બીજી આંખમાં એક ખીલી મારી દેવામાં આવી હતી. આખા શરીરે ઈજાના નિશાન મળી આવ્યા હતા. વિદ્યાર્થી સાથે ગેરવર્તણૂક થવાની પણ સંભાવના છે. પોલીસે ઘટનાની તપાસ માટે ત્રણ ટીમો બનાવી છે. મહેન્દ્ર કુમાર પરિવાર સાથે બેહટા સકટ ગામમાં રહે છે.
સોમવારે સવારે 11 વાગે તેમનો 9 વર્ષનો પુત્ર અખિલેશ ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન તે ગુમ થઈ ગયો હતો. મોડી સાંજે પરિવારજનોએ પોલીસને જાણ કરતાં તેઓએ જાતે શોધખોળ શરૂ કરી હતી. મંગળવારે સવારે ગ્રામજનોએ અખિલેશનો મૃતદેહ પૂર્વ વડા રમેન્દ્ર મિશ્રાના ખેતરમાં પડેલી જોઈ. શરીર પર એક પણ કપડું નહોતું. પોલીસે મૃતદેહનો કબજો લઈ મોર્ચરીમાં મોકલી આપ્યો હતો
મરતા પહેલા બાળક પર અત્યાચાર
9 વર્ષના બાળકની હત્યા કરતા પહેલા આરોપીઓએ તેના પર ખૂબ જ ત્રાસ ગુજાર્યો હતો. તેના ઘાવ કહેતા હતા કે, તેને સખત માર મારવામાં આવ્યો હતો. મૃતદેહને ખેતરમાં લાંબો સમય સુધી ઢસડીને લાવવામાં આવ્યો હતો. તેના ગળા પર જૂતાના નિશાન પણ મળી આવ્યા હતા. આરોપીએ તેના ગળા પર પગ મુકી તેને જમીન પર પછાડ્યો હતો. તંત્ર મંત્રની અદાવતમાં હત્યા થઈ હોવાની આશંકા પણ લોકોએ વ્યક્ત કરી છે.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, જે રીતે બાળકની હત્યા કરવામાં આવી છે તેના પરથી લાગે છે કે, હત્યારાઓ તેને ખૂબ જ નફરત કરતા હતા. છેવટે, બાળકને નફરત કરવાનું કારણ શું છે? પોલીસ આ મુદ્દે ઝીણવટભરી તપાસ કરીને હત્યારાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
બે હત્યારા હોવાની આશંકા, જેમણે દારૂ પીધેલો હતો
પોલીસે સ્થળ પરથી દેશી દારૂની ખાલી શીશી, બે ગ્લાસ, અડધી બળેલી સિગારેટ, માચીસ મળી આવી હતી. જેના કારણે પોલીસને શંકા છે કે, આ ઘટનામાં બે હત્યારા સામેલ છે. જેઓએ ઘટના પહેલા કે પછી ઘટના સ્થળે દારૂ પીધો હતો. ફોરેન્સિક ટીમે શરીરથી થોડે દૂરથી બાળકની લોહીથી ખરડાયેલી લાકડી અને કપડાં કબજે કર્યા હતા. ફોરેન્સિક ટીમે આ તમામ બાબતોને કસ્ટડીમાં લીધી છે.
આ કેસમાં અજાણ્યા વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. કેટલાક શંકાસ્પદોને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ સ્પષ્ટ થશે. ત્રણ ટીમો બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં ગુનાનો પર્દાફાશ થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.