કાશ્મીરમાં ભારતીય સેનાએ હિઝબુલના આંતકીને ગોળીએ વીંધી નાખ્યો- ઘટનાસ્થળેથી મળી આવ્યું…

જમ્મુ અને કાશ્મીર(Jammu-Kashmir)ના અનંતનાગ જિલ્લામાં રાતોરાત થયેલી અથડામણમાં હિઝબુલ મુજાહિદ્દીન(Hezbollah Mujahideen)નો એક આંતકી માર્યો ગયો હતો. આ અથડામણમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયાના અહેવાલ છે. કાશ્મીર ઝોનની પોલીસે શનિવારે એટલે કે આજરોજ આ જાણકારી આપી છે.

કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે, “પ્રતિબંધિત આતંકવાદી સંગઠનનો આંતકી કમાન્ડર એચએમ નિસાર ખાંડે માર્યો ગયો હતો. ઘટનાસ્થળેથી એક AK 47 રાઇફલ સહિત ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. ઓપરેશન હજુ ચાલુ છે.”

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, એન્કાઉન્ટર શુક્રવારે સાંજે અનંતનાગના ઋષિપોરા વિસ્તારમાં શરૂ થયું હતું. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓ સાથેના પ્રારંભિક ગોળીબારમાં ત્રણ સૈનિકો અને એક નાગરિક ઘાયલ થયા હતા. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક શ્રીનગરની 92 બેઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું હતું.

તમને જણાવી દઈએ કે દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં શુક્રવારે આતંકવાદીઓએ બિન-કાશ્મીરી મજૂરોને નિશાન બનાવ્યા હતા. અગલાર જૈનપુરામાં આતંકીઓએ મજૂરો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આમાં બે મજૂરો ઘાયલ થયા છે, જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસે આ હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓની શોધ શરૂ કરી છે. એવું કહેવાય છે કે આ હુમલો રાજ્ય બહારના લોકોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં બિન-કાશ્મીરીઓ પર આ ત્રીજો હુમલો છે. આ પહેલા ગુરુવારે આતંકવાદીઓએ કુલગામ જિલ્લામાં એક ગ્રામીણ બેંકના મેનેજરની હત્યા કરી હતી. આ પછી મોડી રાત્રે બડગામ જિલ્લામાં બે બિન-કાશ્મીરીઓ પર હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં બિહારના દિલખુશનું મોત થયું હતું. જ્યારે પંજાબના ગુરદાસપુરનો રહેવાસી ગોરિયા ઘાયલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *