ધન્ય છે આ દીકરીને… જેણે કેન્સર પીડિતો માટે ખુશી-ખુશી આપી દીધા પોતાના વાળ- કહ્યું એવું કે, સાંભળીને ભીની થઇ જશે આંખો

ગુજરાત(Gujarat): વડગામ(Vadgam) તાલુકાના મેમદપુર(Memadpur) ગામની ત્રીજા ધોરણમાં ભણતી નવ વર્ષીય બાળકી કેન્સરગ્રસ્ત દર્દીઓની મદદે આવી છે. મહત્વનું છે કે, કેન્સરગ્રસ્ત દર્દીઓ(Cancer patients)ની મદદ માટે તૃષાબાએ ખુશી ખુશી પોતાના તમામ વાળનું દાન કરી દીધું હતું. નાની એવી બાળકીએ કરેલા હેર ડોનેટ(Hair Donate)ને લઈ તેમના માતાપિતા દ્વરા પણ ખુશી વ્યકત કરવામાં આવી હતી. ઉલ્કેલેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં હેર ડોનેટ કરનારી તૃષાબા પહેલી બાળકી બની છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, તૃષાબાને નાનપણથી જ ઈચ્છા હતી કે, પોતાના વાળ દાન કરે. પરંતુ ઉંમર નાની હોવાથી એ શક્ય બન્યું ન હતું. પરંતુ થોડા દિવસ પહેલા તેને માતા પિતા સમક્ષ વાળ ડોનેટ કરવાનો વિચાર બાળકી દ્વારા રજૂ કર્યો હતો અને તેના માતાપિતાને પણ આ વાત યોગ્ય લાગી હતી. ત્યારબાદ બાદ માતા-પિતાએ હેર ડોનેટ કરવા માટે આવી કોઈ સંસ્થાને શોધવાની શરૂઆત કરી હતી.

આ દરમિયાન હૈદરાબાદની હેર ડોનેટ નામની સંસ્થાનો કોન્ટેક્ટ થયો હતો અને વાતચીત પછી આ હૈદરાબાદની સંસ્થાને વાળ આપવાનું નક્કી થયું હતું. આજે બનાસકાંઠામાં પહેલી એવી આ બાળકી છે જેને કેન્સરગ્રસ્ત સ્ત્રીઓ માટે પોતાના વાળ ડોનેટ કર્યા હતા. તૃષાબાએ ડોનેટ કરેલા હેરની હવે વીગ બનાવવામાં આવશે જે વિગ કેન્સરગ્રસ્ત દર્દીઓને આપવામાં આવશે.

હેર ડોનેટ કરનાર તૃષાબાએ જણાવતા કહ્યું હતું કે, હું જયારે નાની હતીને ત્યારે મારા નાની માને કેન્સર થયું હતું. કેન્સરને કારણે એમના વાળ જતા રહ્યા હતા. ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારાં વાળ કેન્સરના દર્દીને આપીશ અને તેમના મોઢા પર ખુશી લાવીશ.

મહત્વનું છે કે, સંસ્થા સાથે સંકળાયેલ તૃપલ પટેલે જણાવતા કહ્યું હતું કે, આજે તૃષાબા નામની જે છોકરી છે તેણે પોતાના તમામ હેર ડોનેટ કર્યા હતા. આ જે વાળ ડોનેટ કરવામાં આવ્યા છે એ હૈદરાબાદ હેર ડોનેશન સંસ્થા છે તેમાં જાય છે અને સંસ્થા દ્વારા આ વાળને કંપનીમાં મુકવામાં આવે છે અને ત્યાંથી હેર વીગ બનાવીને સમગ્ર ભારત જેટલાં પણ કેન્સર પેશન્ટ છે એમને એક પણ રૂપિયો લીધા વગર આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને બહેનો આર્થિક પરિસ્થિતિ ખરાબ છે મોંઘી વીગ લઈ શકે તેમ નથી તેવી મહિલાઓ સંસ્થા એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક વીગ આપવામાં આવે છે. તૃષાબા બનાસકાંઠા જિલ્લાની પહેલી એવી બાળકી છે કે જેને પોતાના તમામ હેર ડોનેટ કરી દીધા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *