દેશભરમાં એવા ઘણા મંદિરો છે જ્યાં કેટલાક રહસ્ય હોય છે. 6-6 મહિના સુધી આપણા દેશમાં ઘણા મંદિરો બંધ રહે છે. ભારતમાં આવેલા દેવી મંદિરો વિશે આપણે વાત કરીએ. ભારતમાં 51 શક્તિપીઠ માનવામાં આવે છે અને દરેક મંદિરની પોતાની વિશેષ સુવિધા છે.
આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જેનાં દરવાજા વર્ષમાં થોડા મહિના, થોડા અઠવાડિયા કે થોડા દિવસો માટે નહીં, પરંતુ ફક્ત 5 જ કલાક માટે ખુલે છે. આ 5 કલાકમાં હજારો ભક્તો માતાના દર્શન કરવા પહોંચે છે. છત્તીસગના ગરીબંદ જિલ્લાથી 12 કિમી દૂર એક ટેકરી પર આ અનોખું મંદિર આવેલું છે. આ મંદિરમાં દેવી માતાની મૂર્તિ છે જેને લોકો નિરાઈ માતાનું મંદિર કહે છે.
જ્યાં દિવસભર પ્રસિદ્ધ મંદિરોમાં દેવતાઓની પૂજા માટે લોકોની લાંબી કતારો હોય છે, ત્યાં નીરાઈ માતાનું મંદિર ફક્ત ચૈત્ર નવરાત્રીમાં સવારે 4 થી 9 વાગ્યા સુધી ફક્ત પાંચ કલાક માટે કોઈ એક ચોક્કસ દિવસે ખુલે છે. બાકીના દિવસોમાં આ મંદિરની મુલાકાત લેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મંદિરમાં માતાને બીજા મંદિરોની જેમ સિંદૂર, કુમકુમ અને શ્રિંગર અથવા સુહાગ વસ્તુઓ અર્પણ કરવામાં આવતી નથી. અહી માતાને ફક્ત નાળિયેર અને અગરબત્તી અર્પણ કરવામાં આવે છે.
મંદિરની આજુબાજુમાં રહેતા લોકોના જણાવ્યા મુજબ, દર વર્ષે નીરાઇ માતાનાં મંદિરમાં ચૈત્ર નવરાત્રિ દરમિયાન, તેલ વગર જ્યોત પ્રગટાવવામાં આવે છે અને આ જ્યોત કેવી રીતે સળગે છે તે આજ સુધી કોઈને પણ ખબર નથી. આ એક રહસ્ય છે. આ ઉપરાંત આ મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે. અહીં માત્ર પુરૂષો જ પૂજા કરી શકે છે. આ મંદિરની એવી માન્યતાઓ છે કે, અહિ જે કઈ ઇચ્છા હોય તે પૂરી થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.