IPS પુત્રનું કારસ્તાન: મંત્રીઓ સહીત કૈલાસનાથનના માણસ તરીકે ઓળખ આપી સુરતના જમીન દલાલનું 40 લાખનું કરી નાખ્યુ

રાજકીય નેતાઓ તો ઠીક હવે પોલીસ અધિકારીઓના દીકરાઓ પણ ટાઉટ બનીને મોટા મોટા વહીવટ કરતા હોય તેઓ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના જમીન…

રાજકીય નેતાઓ તો ઠીક હવે પોલીસ અધિકારીઓના દીકરાઓ પણ ટાઉટ બનીને મોટા મોટા વહીવટ કરતા હોય તેઓ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના જમીન લે વેચ આ બાંધકામને ધંધા સાથે સંકળાયેલ ગોપાલ રાદડિયા સાથે એક પૂર્વ આઈપીએસ અધિકારી નાના દીકરાએ ૪૦ લાખનું ફુલેકું ફેરવી નાખ્યું છે.

હકીકતમાં આ ફૂલેકા નો આંક હજુ મોટો હોત પરંતુ આ જમીન દલાલની સમયસૂચકતાથી તેના વધુ ૨૦ લાખ ફડચામાં જતાં બચી ગયા હતા. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રાઈમ બ્રાન્ચ (Surat DCB) દ્વારા ગોપાલ રાદડીયા ની ફરિયાદ લઈને આ કામના આરોપી નીરવ બાવકુભાઈ જેબલિયા વિરુદ્ધ આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭ અને ૪૭૧ ના આધારે ગુનો દાખલ કરીને વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એલડી વાગડિયા કરી રહ્યા છે. આરોપી નીરવ બાબુભાઇ જેબલીયા પૂર્વ આઈપીએસ અધિકારી બી એસ જેબલિયા ના પુત્ર છે.

સુરતમાં ગોપાલ રાદડિયા જમીન મકાન લે-વેચ અને બાંધકામ તેમજ ખેતી વાડી સાથે સંકળાયેલા છે. જેઓ ભુજ ખાતે મીઠાના ઉત્પાદનના વ્યવસાય માટે અને નર્મદા નદીમાંથી રેતી કાઢવા લીઝ માટે સરકારી જમીન ભાડાપટ્ટે મેળવવા માંગતા હતા/ જેથી તેના મિત્ર મુકેશ બોઘરા મારફતે નીરવ જેબલિયા સાથે તેમની મુલાકાત થઇ હતી.

નીરવ જેબલીયાએ રૂબરૂ મુલાકાતમાં જુદા જુદા મિનિસ્ટરના સેવ કરેલા નંબર અને ફોટા દેખાડીને ગોપાલ રાદડિયાને વિશ્વાસ અપાવ્યો હતો કે પોતાની રાજકીય વગ છે અને અધિકારીઓ સાથે પણ મોટું સેટિંગ છે. તેણે એવું પણ જણાવ્યું હતું કે રાજ્યના સચિવ કે. કૈલાસનાથન સાથે પણ તેના ખૂબ સારા સંબંધ છે અને પોતે પોતાની વગના જોરે જુદા જુદા અધિકારીઓની બદલી પણ કરાવી આપે છે અને સાથે સાથે આ બદલીના સરકારી ઓર્ડરો પણ દેખાડ્યા હતા અને ગોપાલભાઈને પ્રભાવિત કર્યા હતા. જેથી પોતાનું કામ થઈ જશે તેઓ માનીને આ જમીન નું કામ પૂરું કરવા માટે નીરવ જેબલિયા ૮૦ લાખની માગણી કરી હતી.

૮૦ લાખનું આ કામ કાજ ભાવતાલ કરાયા બાદ ૬૦ લાખમાં નક્કી કરાયું જેથી ગોપાલ રાદડિયા પાસેથી નીરવ જેબલિયા દ્વારા કટકે-કટકે ૪૦ લાખની રકમ પડાવી લેવામાં આવી હતી જુલાઈ ૨૦૧૯ માં પ્રથમ મુલાકાત બાદ નીરવ જેબલિયા ઓગસ્ટ ૨૦૧૯ દરમિયાન ૪૦ લાખ રૂપિયા મેળવી લીધા હતા. આ દરમિયાન કામ થયું કે નહીં તેના ફોલો અપ માટે સતત વાતચીત થતી રહેતી હતી. તે દરમિયાન નીરવ જેબલિયા એ અલગ-અલગ બહાના આપીને તમારું કામ કલેકટર ઓફિસ કે ગાંધીનગર પહોંચી ગયું હોવાની વાત વાત કરીને ગલ્લાતલ્લા કર્યા હતા.

પોલીસે નોંધેલી એફઆઈઆર મુજબ નીરવ જેબલિયાએ કૃષિ વિભાગમાં ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ના ઉપાધ્યક્ષ પદ નો લેટરપેડ બનાવીને ગોપાલ રાદડિયાને આ કોર્પોરેશનમાં ઉપાધ્યક્ષ પદ પોતાની વગ વાપરીને અપાવ્યો હતો અને આ હોદ્દા પર બેસનાર ને માસિક મહિને ૭૦,૦૦૦ પગાર, સરકારી ફ્લેટ, સરકારી ગાડી, સરકારી ઓફિસ વગેરે પાંચ વર્ષ સુધી મળશે તેવું પણ જણાવ્યું હતું. પરંતુ જ્યારે આ પત્ર લઈને ગોપાલ રાદડીયા કૃષિ વિભાગ, ગુજરાત રાજ્ય ગાંધીનગરની કચેરીમાં પહોંચ્યા ત્યારે અધિકારી એ એચ પટેલ ની સહી વાળો પત્ર નકલી હોવાનું ખુલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે નીરવ જેબલિયા દ્વારા ભાજપ ના મંત્રી ઓ અને ભાજપનો પ્રચાર કરતા હોય તેવા ફોટા સોશિયલ મીડિયામાં મુકાયા છે ત્યારે મોટો સવાલ એ થાય છે કે સરકાર કોણ ચલાવી રહ્યું છે? પોલીસને આશંકા છે કે આરોપીએ આ સિવાય પણ કેટલાય શિકાર બનાવ્યા હશે. જેથી આ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *