તિહાડ જેલમાં નિર્ભયાના ગુનેગારોને ફાંસીના માચડે લટકાવાની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. નિર્ભયાના ચારેય ગુનેગારોને એક સાથે જ ફાંસીએ ચડાવવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. તિહાડ જેલ દેશની પહેલી એવી જેલ બની ગઈ છે કે જ્યાં એક સાથે ચારેયને ફાંસી આપવા તૈયાર છે.
અત્યાર સુધી અહીં ફાંસી આપવા માટે એક જ તખ્તો તૈયાર હતો, પણ તેની સંખ્યા વધારીને હવે 4 કરી દેવામાં આવી છે. 16 ડિસેમ્બર, 2012 ના રોજ દિલ્હીમાં 6 નરાધમોએ ચાલુ બસે દિલ્હીમાં નિર્ભયા પર સામુહિક દુષ્કર્મની તમામ હદો પાર કરી તેને મોતના મુખમાં નાખી ફરાર થઈ ગયા હતાં.
તિહાડ જેલમાં તખ્તો તૈયાર કરવાનું કામ લોક નિર્માણ વિભાગ એટલે કે PWDએ ગયા સોમવારે જ પૂરું કરી લીધું હતું. તિહાડ જેલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કામ પૂરૂ કરવા માટે જેલની અંદર જેસીબી મસીન પણ મંગાવવામાં આવ્યું હતું.
જેસીબી મશીનની મદદથી ત્રણ નવા ફાંસીના તખ્તા અને સુરંગ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાંસીના તખ્તાની નીચે એક સુરંગ પણ બનાવવામાં આવી છે. આ સુરંગ દ્વારા જ ફાંસી બાદ મૃત્યુ પામેલા કેદીના મૃતશરીરને બહાર કાઢવામાં આવે છે. આ રીતે ત્રણ નવા તખ્તાની સાથે જુનો તખ્તો પણ બદલી નાખવામાં આવ્યો છે.કુલ 4 તખ્તા તૈયાર કરાયા છે.
નિર્ભયા પર દરિંદગી ગુજારનારા ચારેય દોષિતોને ફાંસી આપવાના અમલ પર અંતિમ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દોષિતો અક્ષય, પવન, વિનય અને મુકેશના ડેથ વોરંટ પર પટિયાલા હાઉસ કોર્ટ 7 જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.