દિલ્હીના નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસનો ચુકાદા બાદ પણ હજુ મામલો કાયદાકીય ગુંચવણમાં અટવાયો હતો. ત્યારે નિર્ભયાની માતા પિતા નિરાશ થયા હતા. તેઓએ કેજરીવાલ પર રાજનીતિનો આરોપ લગાવ્યો હતો. નિર્ભયાના પિતાએ કહ્યું હતું કે, જો દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોઈ નિર્ણય નહીં આવે તો તે માટે અરવિંદ કેજરીવાલ જવાબદાર હશે. જ્યારે માતાએ પણ દિકરીના ન્યાયની પ્રક્રિયા રાજનીતિમાં ફસાઈ હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. નિર્ભયાની માતાએ આક્ષેપ લગાવ્યો હતો કે અમારી વાત કોઈ સાંભળતું જ નથી.
નિર્ભયાની માતા આશા દેવીને કોંગ્રેસ પાર્ટી નવી દિલ્હી બેઠક પરથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરૂદ્ધ ટિકીટ આપી ચૂંટણીના રણમેદાનમાં ઉતારે તેવી શક્યતા છે. નિર્ભયાની માતા કોંગ્રેસની ટિકિટ પર કેજરીવાલ સામે ચૂંટણી મેદાનમાં ઉતરી શકે છે. સૂત્રોના મતે આ જાહેરાત જલ્દી થઈ શકે છે. તાજેતરમાં જ તેમણે નિર્ભયા દોષીઓને ફાંસી આપવામાં મોડા થવા માટે અરવિંદ કેજરીવાલ અને ભાજપ પર નિશાન સાધ્યું છે.
કેજરીવાલ પર નિર્ભયાના માતાએ લગાવ્યા આરોપ
દિલ્હી ગેંગરેપ મામલે આશાદેવીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર જાણી જોઇને મોડું કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાજનીતિ માટે દોષિતોને ફાંસી આપવામાં વિલંબ કરવામાં આવી રહ્યો છે. તેના પર અરવિંદ કેજરીવાલે જવાબ આપતા કહ્યું કે, અમે ઇચ્છી રહ્યા છીએ કે, તેમણે ઝડપથી ફાંસી આપવામાં આવે છે.
શુક્રવારે જ આશાદેવીએ કેજરીવાલ પર આરોપ લગાવતા કહ્યું કે, 2012માં નિર્ભયાને ન્યાય અપાવવા માટે જે લોકો રસ્તા પર ઉતર્યા હતા અને હાથમાં તીરગા લીધા અને નારા પણ લગાવ્યા હતા. તે જ લોકો આજે દોષિતોને ફાંસી આપવામાં વિલંબ કરવાનું કારણ બન્યા છે. નિર્ભયા કેસમાં ચાર દોષિતોને ફાંસીમાં મોડુ થવાના સવાલ પર નિર્ભયાની માતાએ ઘણી વખત દિલ્હી સરકાર પર પ્રહારો કર્યા હતા. આ દરમિયાન આશા દેવીએ એમ પણ કહ્યું હતું કે સરકાર દોષિતોને બચાવવા માંગે છે.દરેક વ્યક્તિ પોતાના ફાયદા માટે આ ફાંસી ને રોકવા માંગે છે. અને અમને વચ્ચે મોહરા બનાવવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે હું પીસાઈ રહી છું.
દિલ્હી ગેંગરેપ મામલે નિર્ભયાની માતાને જવાબ આપતા દિલ્હીના સીએમ અને AAP નેતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, દિલ્હી સરકારની અંદર આવતા બધા કામ અમારા દ્વારા કલાકોમાં પુરા કરાયા છે. અમે આ મામલાથી સંબંધિત કોઈપણ કાર્યમાં મોડુ કર્યું નથી. કેજરીવાલનું કહેવું છે કે, અમે ઇચ્છીએ છીએ કે, દોષિતોને જલ્દીથી જલ્દી ફાંસી આપવામાં આવે.
PM મોદીને મદદ કરવા કહ્યું:
આશા દેવીએ કહ્યું કે, મને ગમ્યું હોત, જો દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું હોત કે, પોલીસ અમને આપો, અમે છોકરીઓની રક્ષા કરીશું. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી કે, જો વડા પ્રધાન ખરેખર દેશની સાથે હોય તો તેમણે 22 જાન્યુઆરીએ જ ગુનેગારોને ફાંસી આપવાનું કામ કરવું જોઇએ. નિર્ભયા ની માતાએ કહ્યું કે, 2014 માં તમે કહ્યું હતું કે, હવે બોવ થયું “નારી પે બાર અપ્કી બાર મોદી સરકાર.”
ચૂંટણીના રણમેદાનમાં ઉતારે તેવી શક્યતા
નિર્ભયાની માતા આશા દેવીનું કોંગ્રેસ પ્રચાર સમિતિના પ્રમુખ કિરી આઝાદના એક ટ્વિટે આ દાવાને હવા આપી છે. જોકે આશા દેવીનું કહેવું છે કે, તેમની આ મામલે હજી કોઈની સાથે વાતચીત નથી થઈ. સાથે જ આશાદેવીએ કેજરીવાલને પણ જવાબ આપ્યો હતો. આશા દેવીએ કહ્યું હતું કે, તેમણે સમય પર કામ કર્યું તે સાવ ખોટી વાત છે. નિર્ભયાની માતાનો આરોપ છે કે ઘટનાને 7 વર્ષ થઈ ગયા છે, 2.5 વર્ષથી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. રિવ્યૂ પિટિશન ફગાવ્યાને 18 મહિના થયા છે. જે કામ સરકારે કરવું જોઈએ તે અમે કર્યું છે.
આ પહેલા આશાદેવી દોષિતોની ફાંસી પર થઈ રહેલી નિવેદનબાજી અને રાજનીતિ મુદ્દે નારાજ જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાતચીતમાં આશા દેવીએ રડતા-રડતા આરોપ લગાવ્યો હતો કે, અમને ન્યાય મળ્યો નથી. સરકારને અમારી તકલીફ દેખાતી નથી. દરેક આ બહાને પોતાની રાજનીતિ રોટલી પકવી રહ્યા છે. બાળકીના મોત સાથે રમી રહ્યા છે. અમને ષડયંત્ર લાગી રહ્યું છે. દોષિતોની ફાંસી ટાળવામાં આવી રહી છે.
જાહેર છે કે, નિર્ભયા સાથે હેવાનિયત ભર્યા દુષ્કર્મ બાદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આશા દેવીની મદદ કરી હતી. રાહુલ ગાંધી નિર્ભયાના પરિવારજનો સાથે સંપર્કમાં રહ્યાં હતાં. આ અગાઉ પણ અટકળો વહેતી થઈ હતી કે, કોંગ્રેસ નવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીકિતની દિકરી લતિકાને મેદાને ઉતારી શકે છે તો સામે ભાજપ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની દિકરી બાંસુરીને પોતાની ઉમેદવાર બનાવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.