ગુજરાત(Gujarat): પોલીસના બે કર્મચારીઓએ સ્ટેટ મોનીટરીંગ સેલ(State Monitoring Cell)ના વડાની જાસૂસી કર્યાનો સૂત્રોના દાવાથી ખળભળાટ મચી ગયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાય(Nirlipt Rai)ના અંગત મદદનીશની જાસૂસી કર્યાનો દાવો કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ મચી જવા પામ્યો છે. અશોક સોલંકી અને મયુર ખુમાન દ્વારા મોનિટરિંગ સેલના 15 જેટલા મહત્વના અધિકારીઓની જાસૂસી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અધિકારીઓના ફોન ટ્રેસ કરી તેની માહિતી બુટલેગરોને પહોંચડતા હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે.
મહત્વનું છે કે, મોનિટરિંગ સેલના 600 કરતાં વધારે લોકેશન ટ્રેસ કરી માહિતી બુટલેગરો સુધી પહોંચાડ્યાનો સૂત્રોના દાવાથી ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે, SMCની ટીમ કયા વિસ્તારમાં છે તેની માહિતી પોલીસ કર્મચારીઓ દ્વારા બુટલેગરોને આપવામાં આવતી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર, SMCના અધિકારીઓ ક્યાં હાજર છે તેની વિગતો આ પોલીસ કર્મીઓ દ્વારા બુટલેગરોને આપવામાં આવી હતી. સૂત્રોના દાવા અનુસાર, અશોક સોલંકી અને મયુર ખુમાન બુટલેગરોને માહિતી આપતા હતા. પોલીસકર્મીઓ દ્વારા પોલીસના જ અધિકારીઓની જાસૂસી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
મહત્વનું છે કે, કાયદાની તાકાત કોઈપણ ગુંડા કરતા અનેક ઘણી મોટી હોય છે. તેનો પરિચય નિર્લિપ્ત રાય અમરેલીના ઘણા બધા ગુંડાઓને કરાવ્યો હતો આ ગુંડાઓ પૈકી કેટલાક જ્ઞાતિ નો સહારો લઇ લોક આંદોલનના નામે નિર્લિપ્ત રાયની બદલી કરવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ તેમાં સફળ રહ્યા ન હતા. અમરેલીની લેડી ડોન સહિત અનેક ગુંડાઓને નિર્લિપ્ત રાયે જેલમાં ધકેલી દીધા હતા.
અમરેલીના લોકોને કાયદો અને વ્યવસ્થાનું પ્રશાસન કેવું હોય તે નિર્લિપ્ત રાયે બતાવ્યું હતું. 47 મહિના પછી નિર્લિપ્ત રાયને બદલી થતાં આખું અમરેલી અને તેમના પક્ષના લોકો તેમને વિદાય આપવા માટે આવ્યા હતા. અહીં વીડિયોમાં તમે જોઈ શકો છો કે લોકો નિર્લિપ્ત રાયને કેટલા પસંદ કરતા હતા અને તેમને કઈ રીતે વિદાય આપવામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.