ટેક્સાસના હોટેલિયર(Texas hotelier) નિશાંત (Neal) પટેલ, CHO, CHIA, AAHOA ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના નવા અધ્યક્ષ છે. પટેલ બાલ્ટીમોરમાં 2022 AAHOA કન્વેન્શન અને ટ્રેડ શોના સમાપન પર અધ્યક્ષ બન્યા, જે AAHOA દ્વારા કોવિડ-19 રોગચાળાની શરૂઆત પછી યોજાયેલું બીજું મોટું સંમેલન હતું.
આ સંમેલન બાલ્ટીમોર કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયું હતું. હોટેલ ઓવનર્સની સંસ્થામાં વિશ્વની સૌથીમોટી સંસ્થા અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન(Chairman)” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે નિશાંત(નીલ) નવીનભાઈ પટેલની ભવ્યજીત થઈ છે. હોટલ ઓવનર્સની સંસ્થામાં વિશ્વની સૌથી મોટી સંસ્થા અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે સુરત જીલ્લાના કામરેજ તાલુકાના શામપુરા ગામના વતની,
અને હાલમાં યુ.એસ.એ ના ટેકસાસ સ્ટેટના ઓસ્ટીન શહેરમાં વસતા નિશાંત પટેલની ભવ્ય જીત થઈ. જેને અમેરિકાના કોંગ્રસમેન, મેયર સહિત અનેક મહાનુભાવો, દેશ-વિદેશના સૌ શુભેચ્છકો, વિશાળ મિત્રવર્તુળ તથા સગાં-સંબંધીઓ તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી. શ્રી નિશાંત પટેલ અગાઉ પણ લેઉઆ પાટીદાર સમાજના યુવા ડાયરેકટર, હાઈટેક કાઉન્સિલના સભ્ય, રેડરુફ ફ્રેન્ચાઈઝની એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય તથા આહોવાના યુવા પ્રોફેશનલ ના ડાયરેકટર થી શરુઆત કરી હતી.
સેક્રેટરી જેવી અતિ મહત્વની ચૂંટણી પણ જંગી બહુમતીથી જીતી ચુકયા છે. ઉપરાંત બાઈલોઝ કમિટિના ચેરમેન પણ રહી ચુકયા છે. એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનમાં ર્નિવિઘ્નપણે તબક્કાવાર અનેકવિધ હોદ્દાઓ અને તેમાં પણ સેક્રેટરીનું અતિ મહત્વનું પદ પણ કોઈપણ વાદ-વિવાદ વગર પ્રાપ્ત કર્યુ હતું, એટલું જ નહીં તેને સફળતાપૂર્વક નિભાવ્યું એજ નિશાંત પટેલની અનેરી સિધ્ધિ ગણી શકાય છે.
એશિયન અમેરિકન હોટલ એનર્સ એસોશીએશનમાં શ્વેત વર્ણ સહિત દરેક વર્ણના મેમ્બર્સો તેમજ એશિયન મેમ્બર્સ મળી કુલ – 20,000 જેટલા સભ્યો નોંધાયેલ છે. જે પૈકી ચૂંટણીમાં કુલ-4 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી. ગૌરવની વાત એ હતી કે, શ્રી નિશાંત પટેલને થયેલ મતદાનના 54% મત એકલાને પ્રાપ્ત થયા હતા, જયારે બાકીના ત્રણ ઉમેદવારોને કુલ- 46% મતો મળ્યા હતાં.
સંસ્થાના મેમ્બર્સો જે હોટલ ધરાવે છે, તેમના મુંઝવતા પ્રશ્નો / વણ ઉકેલ્યા પ્રશ્નોને સાંભળવા, નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવા તેમજ સરકારશ્રી સમક્ષ પણ સમયાંતરે રજૂઆતો કરી હોટલ / મોટેલના માલિકોને ન્યાય અપાવવાનું કાર્ય કરવાનું હોય છે. નિશાંત(નીલ) નવીનભાઈ પટેલને આટલી નાની વયે આવી અનેરી સિધ્ધિ મેળવવા બદલ હાર્દિક શુભેચ્છા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.