છેલ્લાં કેટલાંક વર્ષોમાં રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે જે કામ કર્યું છે તે કદાચ પહેલાં ક્યારેય થયું નથી. આનો સંપૂર્ણ શ્રેય કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી(Nitin Gadkari)ને જાય છે. ગડકરી સતત મોટા પગલાઓ લઈ રહ્યા છે અને રોડથી લઈને સુરક્ષા સુધીના તમામ કામોને મજબૂત કરવા પર ધ્યાન આપી રહ્યા છે. હવે નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું છે કે, સરકાર ટૂંક સમયમાં GPS આધારિત ટોલ ટ્રેકિંગ સિસ્ટમ(Toll tracking system) લાવવા જઈ રહી છે, જેના પછી લોકોને ટોલ પ્લાઝા(Toll Plaza) પર રોકવાની જરૂર નહીં પડે. ટોલની રકમ GPS ઇમેજિંગ(GPS imaging) દ્વારા લેવામાં આવશે.
તમામ ટોલ દૂર કરવામાં આવશે – નીતિન ગડકરી
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે, આગામી થોડા દિવસોમાં તમામ ટોલ પ્લાઝા હટાવી દેવામાં આવશે, જેનો અર્થ છે કે હવે રોડ પર કોઈ ટોલ લેન નહીં હોય. વાહન પાસેથી ટોલ વસૂલવા માટે જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે. આમાં, તમે ટોલ પ્લાઝાને પાર કરતાની સાથે જ તમારા બેંક ખાતામાંથી ટોલની રકમ કાપી લેવામાં આવશે. આ માટે સરકાર બહુ જલ્દી એક પોલિસી લાવવા જઈ રહી છે.
જીપીએસ ઈમેજ દ્વારા ટોલ વસૂલવામાં આવશે:
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “અમે ભારતમાં ટોલ પ્લાઝાની જગ્યાએ જીપીએસ આધારિત ટ્રેકિંગ સિસ્ટમ લાવવા માટે નવી નીતિ લાવવા જઈ રહ્યા છીએ. આનો અર્થ એ છે કે ટોલ કલેક્શન હવે જીપીએસ દ્વારા થશે. ટોલ ટેક્સ કલેક્શન હવે જીપીએસ દ્વારા થશે.
ટ્વિટર પર ગડકરીએ કહ્યું કે, જનતાની સુવિધા માટે નેશનલ હાઈવે પર દર 60 કિમીએ એક ટોલ પ્લાઝા હશે, આ ઉપરાંત આગામી ત્રણ મહિનામાં વચ્ચેના તમામ ટોલ દૂર કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે, ટોલની પ્રક્રિયા પહેલા કરતા ઘણી સરળ અને ઓછો સમય લેતી થઈ ગઈ છે, જો ટોલ હટાવી દેવામાં આવે તો મુસાફરોને ક્યાંય અટકવું પડશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.