વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પણ પુરેપુરી તકો મળે અને સરકારી નોકરી માટે પણ પુરેપુરી તકો મળે તે માટે સમગ્ર દેશમાં ભારત સરકાર દ્વારા નવો કાયદો પસાર કરી બંધારણીય સુધારો કરીને દેશમાં 10% આર્થિક પછાત વિદ્યાર્થીઓને કે જેઓ કોઈ પણ જ્ઞાતિનું કે, કોઈ પણ જગ્યાએ અનામતનો લાભ મેળવતા નથી. તેવા વિદ્યાર્થીઓ માટે 10% અનામતનો કાયદો અમલ કરવામાં આવેલો. તેના અનુસંધાનમાં ગુજરાત રાજ્યએ પણ 23-1-2019ના રોજ ગુજરાત સરકારે પણ બિન અનામત જ્ઞાતિઓને 10% અનામત આપવા માટેનો કાયદો પસાર કર્યો અને તેને અમલમાં મૂકી દીધો છે. સરકારી ભરતી ચાલે છે. તેમાં આ 10% આર્થિક અનામતનો કાયદો લાગુ કરીને લાભ આપવાની શરૂઆત કરવામાં આવી છે.
તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને સમગ્ર દેશમાં ફરીથી ભારતીય જનતા પક્ષની નરેન્દ્ર મોદીની સરકારની રચના થઇ ચૂકી છે. ચૂંટણી દરમિયના જે આચાર સંહિતા જે પૂર્ણ થઇ છે. એટલે આજે મારે કેટલી જે જાહેરાતો મુખ્યમંત્રી વિજય રૂપાણી વતી જે કરવાની છે. તે આપના સમક્ષ રજૂ કરું છું. અત્યારે ધોરણ 12 એન અન્ય વર્ષોના શૈક્ષણિક પરીક્ષાઓના પરિણામો જાહેર થઈ ચૂંક્યા છે. હવે મેડીકલ, IT, એન્જિનિયરીંગ અન્ય અભ્યાસ ક્રમોમાં એડમિશન પ્રક્રિયા શરૂ થઇ છે અથવા તો શરૂ થવાની કાર્યવાહી ચાલી રહી છે. ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય તે પહેલા સમગ્ર દેશની અંદર 10% બિનઅનામત આર્થિક પછાત વિદ્યાર્થીઓને જે પ્રવેશ મેળવવા માટે લાભો આપવાનો કાયદો આપણે પસાર કર્યો છે. તે પ્રમાણે ભારત સરકારે કેટલાક નોટીફીકેશન પસાર કર્યા છે.
મેડીકલ કાઉન્સિલ દ્વારા, ભારત સરકારના HRD ડીપાર્ટમેન્ટ દ્વારા જે નોટીફીકેશન જાહેર થયા છે. તેમાં દરેક રાજ્ય સરકારને મંજૂરી આપવામાં આવી છે કે, દરેક રાજ્ય સરકાર પોતાના રાજ્યની અંદર બિનઅનામત 10%નો કોટા હવે નવી પ્રવેશ પ્રક્રિયામાં પણ દાખલ કરે. તેના અનુસંધાનમાં ત્રણેક દિવસ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ અને સરકારના સીનીયર અધિકારીઓની મીટીંગની આયોજન કરવામાં આવ્યું હતુ. ગુજરાતમાં અનામત કેવી રીતે લાગુ કરવી, તેની શું શું અસર થાય. સરકારી અને સેલ્ફ ફાઈનાન્સ જે સંસ્થાઓ છે. તેને આ કાયદો કેવીરીતે લાગુ કરવો. તે બધી જ બાબતમાં ખૂબ ચર્ચા વિચારણા પછી રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો તે નિર્ણયને આજે કેબીનેટમાં પણ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્મા અને આરોગ્યના તબીબી વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ દ્બારા પ્રધાન મંડળમાં પ્રેજન્ટેશન કરવામાં આવ્યું. ત્યારબાદ આખી પ્રવેશ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મોટા ભાગની મેડીકલ કોલેજો 150 સીટની હોય છે, પ્રથમ હોય છે. તો ભારત સરકારના નિયમ પ્રમાણે ઓલ ઇન્ડિયા કોટાની સીટો બાદ કરવાની હોય છે. ભારત સરકાર દ્વારા 23 બેઠકો ભારત સરકાર દ્વારા ભરવામાં આવે છે. બાકીની સીટો વધે તેમાં સીટની સંખ્યા 65 થાય અને એ 65 સીટો બિન અનામત વર્ગના મેરીટ આધારિત જે વિદ્યાર્થી ઓ આવતા હોય તેને પ્રવાસ આપવામાં આવે છે. 27% OBC અનામત જેમાં 34 સીટો થાય છે, 15% SC અનામત ગણીએ તો તેમાં 19 સીટો થાય છે અને 7% ST અનામત ગણીએ તો 9 સોટો થાય છે. હવે આપણે 10% ઈકોનોમિકલ બેકવર્ડ રીજર્વેશન જે છે. તેને લાગુ કરવા અંતે આપણે 150ની સામે જે સીટો વધારી શું તે 125% સીટો વધારીશું. એટલે 150 સીટની મેડીકલ કોલેજ હોય એટલે હવે આપોઆપ એ સીધી 185 સીટ થશે. એટલે કે, હવે આપણને 35 સીટોનો વધારો થશે. આ 35 સીટોમાંથી ઓલ ઇન્ડિયા કોટાની સીટોમાં વધારો થઇને તે હવે 28 સીટ થશે. 41% જે ઓપન કેટેગરીને સીટ 65 રહેશે. 10% એ પ્રકારના વર્ગને જ મળવાની છે કે, જે વર્ગને કોઈ પણ પ્રકારના અનામતનો લાભ નથી નાથ મળતો. એ વિદ્યાર્થીઓને મેરીટના આધારે આ લાભ મળવાનો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.