જાણો અનામત આંદોલનના કારણે વિદ્યાર્થીઓને કેટલો ફાયદો થયો ?

હાર્દિક પટેલે  પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં 10 ટકા શૈક્ષણિક ક્ષેત્રે અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે.…

હાર્દિક પટેલે  પાટીદાર સમાજ માટે શરૂ કરેલા અનામત આંદોલનના કારણે ગુજરાતમાં 10 ટકા શૈક્ષણિક ક્ષેત્રે અનામત લાગુ પાડવાની ફરજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પડી છે. હાર્દિક પટેલે માત્ર પાટીદાર જ નહીં પણ તમામ 84 સવર્ણ ગરીબ સમાજને મોટો ફાયદો કરાવી આપ્યો છે. સરકારી નોકરીમાં 10 ટકા અનામત અમલી કર્યા બાદ હવે શૈક્ષણિક સંસ્થા્ઓમાં પણ 10 ટકા અનામતનો અમલ કરવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. જેના કારણે 10 ટકા લેખે વધતા 82,899 વધારાની બેઠકનો વધારો થયો છે. હાર્દિક પટેલે કરેલાં આંદોલનના કારણે મધ્યમ વર્ગીય ગરીબ સમાજના રૂ.3500 કરોડની બચત થઈ શકે તેમ છે.

10 વર્ષમાં લાખો લોકો ફાયદો લેશે

83 હજાર બેઠકો વધી, 10 વર્ષમાં 10 લાખ લોકોને મફત શિક્ષણ મળશે. 10 લાખ વિદ્યાર્થીઓ વધું ભણશે. સરકારમાં નોકરી આપવાનું ચાલુ કરવામાં આવ્યું છે. હાર્દિક પટેલ સામે ભાજપે પારાવાર આરોપો મૂક્યા છે. તેમના પર અનેક વખથ હુમલા થયા છે. એકલા વ્યક્તિએ દુનિયાના સૌથી મોટા પક્ષ ભાજપની ગુજરાત અને કેન્દ્ર સરકારને પડકારી હતી. ત્યારે એવો પ્રચાર થતો હતો કે RSS ના દબાણના કારણે તમામ અનામત દૂર કરી દેવામાં આવશે. પણ રૂપાણી સરકારે દૂર કરવાના બદલે વધારો કરવાની ફરજ પડી છે. આમ હાર્દિક પટેલે અનેક પરિવર્નો 3 વર્ષમાં લાવી લીધા છે.

હાર્દિક પટેલને વધું સહન કરવું પડ્યું

ગુજરાતમાં હાર્દિક પટેલના અનામત આંદોલન બાક મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ આંદોલનો થયા હતા. તેથી કેન્દ્ર સરકારે 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ગુજરાતમાં 83 હજાર જેટલાં ગરીબ સવર્ણોને કોઈ ફિ ભર્યા વગર શિક્ષણ મળશે અને સરકારી નોકરી પણ મળતી થઈ છે. આંદોલનના કારણે હાર્દિક પટેલે ઘણું ગુમાવવું પડ્યું છે. તેમની સામે 32 કેસ સરકારે કર્યા છે. તેમના 7 હજાર સાથીદારો સામે કેસ છે અને હજું કેટલાંક જેલમાં છે તથા અદાલતમાં કેસનો સામનો કરી રહ્યાં છે. 14 યુવાનોએ જીવ ગુમવવો પડ્યો હતો. પાટીદાર મહિલાઓ ઉપર પોલીસે અત્યાચાક કર્યો હોવા છતાં આજ સુધી પોલીસ સામે ફરિયાદ કરવામાં આવી નથી.

પ્રધાન મંડળે સામૂહિક નિર્ણય લેવો પડ્યો

આર્થિક રીતે પછાત એવા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને 10% આર્થિક પછાત અનામત આપવાનો અમલ શરૂ થયો છે.  ગુજરાત સરકારે અગાઉ નિર્ણય કર્યો છે તે મુજબ વાર્ષિક રૂ.8 લાખથી ઓછી આવક ધરાવતાં પરિવારના વિદ્યાર્થીઓ કે જે કોઇપણ જાતની અનામતનો લાભ નથી મેળવતાં તેમને આ નિર્ણયનો લાભ મળશે. રાજ્ય પ્રધાન મંડળની બેઠકમાં નિર્ણય લેવાયો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે બેઠકો અનામત રાખીને જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.

મેડિકલમાં 6809 બેઠકો વધી, 3 હજાર કરોડનો ફાયદો 

મેડીકલ ક્ષેત્રમાં હાલ જે 4350 બેઠકો છે તેમાં 10 % બિન અનામત આર્થિક પછાત વર્ગની 914 બેઠકોનો વધારો થશે જેના કારણે રાજ્યમાં મેડીકલ ક્ષેત્રની કુલ 5264 બેઠકો પર પ્રવેશ અપાશે. દાંત વિભાગમાં 220 બેઠકો વધવાને કારણે કુલ 1360 બેઠકો થશે.

આયુર્વેદમાં 335 બેઠકોના વધારાથી કુલ 2115 બેઠકો થશે. હોમિયોપેથીમાં 635 નવી બેઠકો ઉમેરાતાં કુલ 4160  બેઠકો પર પ્રવેશ અપાશે. નર્સિંગ ક્ષેત્રે પણ 3735 બેઠકો વધતાં 19975 બેઠકો થશે.

ફિઝીયોથેરાપીમાં 900 બેઠકોના વધારાથી કુલ 5435 બેઠકો થશે. અન્ય પેરામેડીકલ કોર્ષમાં 70 બેઠકોનો વધારો થતાં કુલ 390 બેઠકો પર પ્રવેશ અપાશે. આમ રાજ્યમાં મેડીકલ સહિત આનુષાંગિક કોર્ષ અને પેરામેડીકલ મળી કુલ 31890 બેઠકોમાં 6809 બેઠકોનો વધારો થતાં કુલ ઉપલબ્ધ બેઠકો 38699 થશે.

આમ થતાં વિદ્યાર્થિઓના એક જ વર્ષમાં રૂ.3000 કરોડ બચશે અમરેલીની નવી મેડીકલ કોલેજમાં  150 બેઠકો પર પ્રવેશ અપાશે. આમ કરવાથી મંજૂર થયેલી કોઇપણ કોલેજની કુલ બેઠકોમાં 22થી 25 % બેઠકોનો વધારો થયો છે.

ઈજનેરી બેઠક 44 હજાર વઘી, તેથી લગભગ રૂ.500 કરોડની ફી બચશે

રાજ્યમાં ઇજનેરી ક્ષેત્રે 10% અનામતના કારણે ઉપલબ્ધ બેઠકોમાં 38607નો વધારો થશે. ફાર્મસીના અભ્યાસક્રમમાં 1676 બેઠકોનો વધારો થશે તેમજ આર્કીટેક્ચર, એમબીએ, એનસીએ અને અન્ય કોર્ષની બેઠકોમાં 4247 બેઠકોનો વધારો થશે.  જેનાથી આવા પ્રોફેશનલ કોર્ષીસમાં કુલ બેઠકોમાં 44,000થી વધુ બેઠકોનો વધારો થશે.જેના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના વર્ષે રૂ.500 કરોડની ફી બચશે.

કેટલી બેઠક વધી 

વિદ્યા શાખા- હાલની બેઠકો-

 EWSનાં કારણે વધતી બેઠકો

મેડીકલ 4350 –  914 – 5264

ડેન્ટલ 1140 – 220 – 1360

આયુર્વેદ 1780 – 335 – 2115

હોમિયોપેથી 3525 – 635 – 4160

નર્સિંગ 16240 – 3735 – 19975

ફિજીયોથેરાપી 4535 – 900 – 5435

પેરામેડીકલ 320 – 70 – 390

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *