ગુજરાત(Gujarat): રાજ્યનાં નવા મંત્રીમંડળ(Cabinet)ની શપથવિધિ પૂર્ણ થઇ ચુકી છે. ભારતીય જનતા પાર્ટી(BJP)એ નો રિપીટ થીયરીને લાગુ કરી છે જે બાદ મંત્રીમંડળનાં તમામ નવા મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. પૂર્વ CM રૂપાણી(Vijay Rupani)ની ટીમનાં કોઈ પણ મંત્રીને ફરી વખત સ્થાન આપવામાં આવ્યું નથી. ત્યારે પાર્ટીનાં દિગ્ગજ નેતા અને પાટીદાર નેતા નીતિન પટેલે(Nitin Patel) શપથવિધિ પૂર્ણ થયા બાદ મોટું નિવેદન(Big statement) આપ્યું છે.
નીતિન પટેલે મીડિયા સમક્ષ કહ્યું કે, નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું. ગુજરાત રાજ્યનો વધુ વિકાસ થાય અને પ્રગતિ થાય એ પ્રકારનાં કામ કરવાની ભગવાન તમામ નવા મંત્રીઓને શક્તિ આપે તેવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. જ્યારે નીતિન પટેલને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું કે, રાજ્યમાં કેટલાક નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે જેમા આહીર અને કોળી સમાજે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને શું તેમના સમર્થકોમાં પણ નારાજગી છે કે કેમ? ત્યારે તેનાં પ્રત્યુત્તરમાં નીતિન પટેલે જવાબ આપતા કહ્યું કે, જો ભ’ઇ કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ કે કોઈ જિલ્લો નારાજગી અનુભવે તે જોવાની જવાબદારી મારી નથી.
પૂર્વ Dy CM નીતિન પટેલે કહ્યું કે, હવે આ બધુ જોવાની જવાબદારી મારી નથી. એ જોવાની જવાબદારી અત્યારનાં નેતૃત્વની અને નવા મંત્રીઓની છે. મારે આ વિશે કોઈ ચર્ચા કરવાનું કારણ નથી, રાજકરણમાં સ્વાભાવિક છે કે, કોઈ આવે ને કોઈ જાય એટલે મળનારને ખુશી થતી હોય, અને જેને ના મળે તેને અને તેના સમર્થકોને દુખ પણ થાય. આ તો એક પ્રકારનો દુનિયાનો ક્રમ છે, આ તો બધુ ભગવાન નિર્મિત છે અને તે આગામી સમયમાં પણ ચાલ્યા કરશે. નીતિન પટેલને જયારે પૂછવામાં આવ્યું કે 2022માં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમના નેતૃત્વમાં ચૂંટણી થશે? ત્યારે નીતિનભાઈએ જણાવતા કહ્યું કે, અત્યારે તો પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ નેતૃત્વ અને જવાબદારી સોંપી છે એટલે એમને જ આ બધુ કામ આગળ વધારવાનું છે.
ગુજરાતનાં નવા કેબિનેટ મંત્રીઓના નામ આ પ્રમાણે છે :
રાવપુરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ, ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ, સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ, અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમાર, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, લિંબડીના ધારાસભ્ય કિરિટસિંહ રાણાં, પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ.
રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો):
મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ, વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા.
રાજ્યકક્ષાનાં મંત્રી:
સંતરામપુરના ધારાસભ્ય કુબેર ડિંડોર, ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, મોરવાહડફના ધારાસભ્ય નિમિષા સુથાર, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કાંકરેજના ધારાસભ્ય કિર્તી સિંહ વાઘેલા, કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા, કેશોદના ધારાસભ્ય દેવાભાઈ મલમ, પ્રાંતીજના ધારાસભ્ય ગજેન્દ્ર સિંહ પરમાર,મહુવાના ધારાસભ્ય આર.સી મકવાણા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.