મહાત્મા ગાંધીજી ભણ્યા એ સ્કૂલમાં૧૪૮ વિદ્યાર્થી વચ્ચે ૪ જ શિક્ષક, બેચ છે પરંતુ બેસવા જેવી હાલતમાં નથી, પાણી માટે ૧ જ ગ્લાસ

Published on Trishul News at 9:13 AM, Wed, 2 January 2019

Last modified on January 2nd, 2019 at 9:13 AM

મહાત્મા ગાંધીએ ધોરણ 3 અને 4નો અભ્યાસ શહેરના કોઠાયારીનાકા પાસે આવેલી નગરપાલિકા સંચાલિત શાળા નં 1 એવી કિશોરસિંહજી પ્રાથમિક શાળામાં કર્યો હતો. આ સ્કૂલમાં ગઇકાલથી વિદ્યાર્થીઓ હાજરી પુરાવવા માટે જય હિન્દ અને જય ભારત તો બોલે છે, પણ પાયાની સુવિધાઓથી યોજનો દૂર છે. 148 વિદ્યાર્થીઓ વચ્ચે પાણી પીવા માટે માત્ર એક જ ગ્લાસ છે.

પ્રિન્સિપાલ હેતલબેન પારીયાએ કહ્યું કે, સંખ્યા મુજબ બે શિક્ષકની ઘટ છે. ધોરણ 1થી 8માં 148 વિદ્યાર્થીઓની સંખ્યા વચ્ચે પિન્સિપાલ સહિત ચાર જ શિક્ષકો છે.

બાંકડાઓ પર કચરાના ઢગલા

શિક્ષક રાકેશભાઈએ જણાવ્યું હતું કે, બેચ છે પરંતુ બેસવા જેવી હાલતમાં નથી. તેમજ સ્ટાફમાં ઘટ છે, પ્રોજેક્ટર નથી. આ ઉપરાંત બાંકડા દેખાયા હતા પણ વિદ્યાર્થી બેસી શકે તેવા ન હતા. તેના પર કચરાના ઢગલા અને ભંગાર જોવા મળ્યો હતો.

ચોમાસામાં પાણી ટપકે છે

આ અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, અમુક ભાગમાં નળીયા છે, પણ ચોમાસામાં પાણી પડે છે. જો કે પ્રિન્સિપાલના જણાવ્યા મુજબ તેનું રિપેરિંગ કરાવ્યું છે પણ તેની સાચી ખબર તો ચોમાસમા જ પડશે.

[web_stories title=”true” class=”VK-desktop” excerpt=”false” author=”false” date=”false” archive_link=”true” archive_link_label=”View all stories” circle_size=”150″ sharp_corners=”false” image_alignment=”center” number_of_columns=”3″ number_of_stories=”3″ order=”DESC” orderby=”post_date” view=”carousel” /]

Be the first to comment on "મહાત્મા ગાંધીજી ભણ્યા એ સ્કૂલમાં૧૪૮ વિદ્યાર્થી વચ્ચે ૪ જ શિક્ષક, બેચ છે પરંતુ બેસવા જેવી હાલતમાં નથી, પાણી માટે ૧ જ ગ્લાસ"

Leave a comment

Your email address will not be published.


*