આવતા વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે ત્યારે તેની આગોતરી તૈયારી થઈ રહી હોય એમ રાજ્યના શૈક્ષણીક સંસ્થાનોએ ઘી કેળા આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ જેવી કે શોપીંગમાં ચાલતા ટ્યુશન ક્લાસીસોને સીધો ફાયદો કરાવવા છૂટો દોર મળી રહ્યો હોય તેવો નિર્ણય કરાયો છે.
CM રૂપાણીએ રાજ્યમાં ફાયર સેફ્ટી NOC અંગે કેટલાક વિવાદિત નિર્ણય કર્યા છે. જે અનુસાર 9 મીટરથી ઓછી ઉંચાઇ ધરાવતા હોય અને બેઝમેન્ટ ન હોય તેવા મકાનોમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓએ હવે ફાયર NOC લેવાનું રહેશે નહિ. પરંતુ સેલ્ફ એટેસ્ટેડ સ્વપ્રમાણિત- રીતે ફાયર NOC જાતે મેળવી શકશે. આ સ્વપ્રમાણિત- સેલ્ફ એટેસ્ટેડ ફાયર NOC કર્યાની જાણ સંબંધિત નગર, શહેર કે જિલ્લામાં શિક્ષણ વિભાગના અધિકારીને કરવાની રહેશે.
હવે રાજ્યમાં બી.યુ.(બિલ્ડીંગ યુઝ) પરમીશન ન હોય પરંતુ ફાયર NOCની જોગવાઇઓની સંપૂર્ણ પૂર્તતા થતી હોય તો ફાયર NOC આપવા માટે બી.યુ. પરમીશન ફરજિયાત રહેશે નહી. શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારો માટે ફાયર NOC જે તે મહાનગર પાલિકાના ચીફ ફાયર ઓફિસર આપી શકશે
આમ ઈમારત ઉપયોગમાં લેવાનું પ્રમાણપત્ર હોય કે ન હોય છતાં આવા જોખમી બાંધકામોને હવે ફાયર વિભાગના ક્લીયરન્સમાં સરળતા કરાઈ છે. ઉલ્લખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં ટ્યુશન કલાસીસ અને અન્ય આગ્જ્નીમાં ઘણી જાનહાની થઇ છે. આવી ઘટનાઓ થાય ત્યારે સરકાર રાતોરાત નીર્ણયો લેતી હોય છે પણ હવે આ વિવાદિત નિર્ણયને કારણે ભવિષ્યમાં જાનહાની થશે તો તેની જવાબદારી કોણ લેશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.