31st December Rules: 31 ડિસેમ્બરને લઈને અત્યારે રાજ્યભરમાં પોલીસ તપાસ હાથ ધરી રહીં છે. કોઈપણ મોટો તહેવાર હોય ત્યારે આતંકવાદીઓના નિશાના ઉપર ભારત હંમેશા રહ્યું છે.રાજકોટ શહેર એસોજી દ્વારા રાજકોટ શહેરની હોટલોની અંદર ચેકિંગ હાથ (31st December Rules) ધરવામાં આવ્યું હતું. તો બીજી તરફ અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અનુસાર અમદાવાદ સાબરમતી નદીના પૂર્વ રિવરફ્રન્ટ ખાતે 150 થી વધુ પોલીસ કર્મચારીઓએ બ્રેથ એનેલાઇઝર થી તપાસ હાથ ધરી હતી.આ સાથે જ સુરતમાં પણ તપાસ કરવામાં આવી હતી એટલે કે રાજ્યભરની પોલીસની ટિમ 31 ડિસેમ્બરને લઈને સતર્ક બની છે
રાજ્યમાં તમામ શહેરોમાં પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યું
પોલીસ દ્વારા કોઈપણ રાજકીય પક્ષની દેખાદેખી કર્યા વગર હાલમાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ડ્રગ્સ કે અન્ય કોઈ નશાનું કે દારૂૂનું સેવન ન થાય તે માટે પોલીસ સઘન ચેકીગ કરશે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ડીસીપી સહિતના પોલીસ અધિકરીઓના સુપરવીઝીંગ હેઠળ પોલીસની અલગ અલગ ટીમો વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરશે.
રાજકોટમાં બનાવ્યો એક્શન પ્લાન
ડ્રગ્સ અથવા રેવ પાર્ટીનું આયોજન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે આ મશીન મહત્ત્વનું હથિયાર બનશે નાર્કોટિક ડ્રગ્સના કેસો માટે એસઓજી સહીતની પોલીસ ટીમ કાર્યરત રહેશે.રાજકોટ આસપાસ ખાનગી ફાર્મ હાઉસમાં ચાલતી દારૂૂની પાર્ટી ઉપર પણ પોલીસ ખાસ વોચ રાખશે તેમજ રાજકોટ શહેરને જોડતા તમામ ધોરીમાર્ગ અને એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસનું ચેકિંગ રહેશે. થર્ટી ફર્સ્ટની ઉજવણી હવે નજીક છે. આ દરમિયાન પાર્ટી કરવા માટે દારૂૂની હેરફેર પણ વધી જતી હોય છે. થર્ટી ફર્સ્ટમાં દારૂૂ તેમજ નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી, વેચાણ તેમજ સેવન રોકવા માટે રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે.
સુરત પોલીસ થઇ સતર્ક
31stની ઉજવણી પહેલાં સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. છેલ્લાં 3 વર્ષમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલા અને જેમની સામે પાસાની કાર્યવાહી થઈ છે તેવા 500 લોકોને પોલીસે પરેડ ગ્રાઉન્ડ પર એકત્ર કરીને તેમનો ક્લાસ લીધો હતો. આ દરમિયાન પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે તમામ આરોપીઓને ચેતવણી આપતાં કહ્યું હતું કે કોઇના ઝઘડા વચ્ચે પડ્યા તો એ તો જશે, સાથે તમે પણ મરી જવાના છો. તમને લોકોને છેલ્લી તક આપવામાં આવી રહી છે. સુરતના લોકોને હેરાનગતિ થઈ તો તમારું આવી બનશે.
અમદાવાદમાં કરવામાં આવી કાર્યવાહી
આ સાથે સાથે જ અમદાવાદ પોલીસ દ્વારા 150 થી વધુ પોલીસ કર્મચારીઓએ બ્રેથ એનેલાઇઝર થી તપાસ હાથ ધરી હતી. આ પોલીસ તપાસમાં હેલ્મેટ વગર અને ગાડીના કાચમાં બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓ ને રોકીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે કાચ પર બ્લેક ફિલ્મ લગાવેલી હોય તેવી ગાડીઓમાંથી બ્લેક ફિલ્મ પણ દૂર કરી હતી.તો બીજી તરફ વડોદરા તથા બોટાદમાં પણ આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવી એટલે કે રાજ્યભરની પોલીસ સતર્ક થઇ ગઈ છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App