હવે જમતી વખતે પણ માસ્ક નહિ કાઢવું પડે, બજારમાં આવ્યું ‘ઝીપવાળું માસ્ક’

કોરોના દરમિયાન અવનવા માસ્ક બનાવવામાં આવ્યા છે. કોલકાતામાં એક રેસ્ટોરન્ટના માલિકના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ વિના ઝિપવાળા માસ્ક આપવામાં આવી રહ્યા છે. આ…

કોરોના દરમિયાન અવનવા માસ્ક બનાવવામાં આવ્યા છે. કોલકાતામાં એક રેસ્ટોરન્ટના માલિકના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ વિના ઝિપવાળા માસ્ક આપવામાં આવી રહ્યા છે. આ માસ્ક આવ્યા બાદ ધીમે ધીમે રેસ્ટોરાં અને ફૂડ કેફેમાં લોકોની ભીડ વધવા માંડી છે. દુકાનના માલિકો સંક્રમણને અટકાવવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. આવું જ એક ઉદાહરણ છે ઝિપવાળું માસ્ક. કોલકાતામાં એક રેસ્ટોરાંમાં ગ્રાહકોને એવા માસ્ક આપવામાં આવી રહ્યા છે, જેમાં ઝિપ(ચેન) લગાવવામાં આવેલી હોય. સોશિયલ મીડિયા પર તેની તસવીર વાઈરલ થઈ રહી છે.

ઝિપ માસ્કની વિશેષતા એ છે કે જ્યારે તમે ખાવાનું ખાઓ છો ત્યારે તેને કાઢવાની જરૂર નહીં પડે. ખાવાનું ખાવા માટે માત્ર તમારે ઝિપ ઓપન કરવી પડે છે. ખાવાનું ખાધા પછી ઝિપ બંધ કરવી. આ માસ્ક રેસ્ટોરાંમાં આવતા કસ્ટમરને ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે.

રેસ્ટોરાંમા માલિક સોમોશ્રી સેન ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, કોઈપણ વધારાના ચાર્જ વગર અમે ગ્રાહકોને ઝિપ માસ્ક ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તે ફરજિયાત નથી, જો તેઓ તેને પહેરવા નથી માગતા તો તેઓ ના પાડી શકે છે. સંક્રમણથી સુરક્ષિત રાખવા માટે તેને તૈયાર કરવામાં આવ્યું છે. રેસ્ટોરાંના માલિક સોમોશ્રી સેનના જણાવ્યા પ્રમાણે, લોકોને આ માસ્ક પસંદ આવી રહ્યા છે. સુરક્ષા અને ખાવાનું ખાતા સમયે બંને પ્રકારે તે ફાયદાકારક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *