સત્તા જતા સિક્યુરીટી પણ જવાની- વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજાની કમાન્ડો સિક્યુરીટી હટાવાશે

એક તરફ જ્યારે નરેશ પટેલના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાટો પેદા થઈ ગયો છે. અને એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં આવનારી વિધાનસભાની તડામાર તૈયારીઓ…

એક તરફ જ્યારે નરેશ પટેલના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાટો પેદા થઈ ગયો છે. અને એક તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતમાં આવનારી વિધાનસભાની તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. ત્યારે એક મહત્ત્વના મુદ્દે રાજ્યના ગ્રીહ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે. જાણીને તમને નવાઈ પણ લાગશે અને ચોંકી જશો.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના દિગ્ગજ નેતાઓ કે જેમણે છેલ્લા દસ પંદર વર્ષથી ભાજપ માટે બધું જ છોડીને માત્ર ને માત્ર બાજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચાડીને પક્ષને વિસ્તારવાનું કામ કરેલું છે. તેવા દિગ્ગજ નેતાઓ કે જેઓ પાછળની ટર્મમા ગૃહ-મંત્રી, મંત્રી, અને મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તેવા દિગ્ગજ નેતાઓની આઈબીના રિપોર્ટ બાદ સિક્યુરિટી ડાઉનગ્રેડ કરવાનું વિચાર્યું છે. નિર્ણય લઈ લીધો છે. આવનારા દિવસોમાં તેની અમલવારી પણ થઈ જશે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, અને પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહિતના ભાજપ સરકારના પૂર્વ દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓની સિક્યુરિટી ઘટાડવા ગૃહવિભાગે તૈયારી આરંભી દીધી છે.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને મોટા પદાધિકારીઓને સરકાર તરફથી સિક્યુરિટી આપવામાં આવ્યા છે. જય તેમનો કામગીરીનો કાર્યકાળ પૂર્ણ થતાં અને તેમને જીવનું જોખમ ઓછું થવા પર નિયમ મુજબ નિષ્ક્રિય કરવામાં આવે છે.

સિક્યુરિટી ઘટાડવાનો નિર્ણય ભાજપના પૂર્વ પદાધિકારીઓને ધ્યાનમાં લઈને લેવાયો છે. અને આ નિર્ણય ઇન્ટેલિજન્સના રિપોર્ટ રિસર્ચ બાદ રાજ્યના ગૃહવિભાગે સમીક્ષા બેઠક બોલાવીને સૌ કોઈ અભિપ્રાય, અને રાય લઈને વિધાનસભાના સત્ર બાદ ઝેડ પ્લસ સિક્યુરિટી ડાઉનગ્રેડ  કરવાનો મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં આપણા ગૃહ વિભાગમાં અધિક મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા રાજકુમાર, અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા, અને ગુજરાત સ્થિત સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓની, ઉપસ્થિતિમાં ઉપરોક્ત ત્રણ સહિત પૂર્વ ભાજપના અધિકારીઓને અપાયેલું સુરક્ષા કવચ દૂર કરવા તાજેતરમાં એક નોંધપાત્ર બેઠક મળી હતી. જેમાં સેન્ટ્રલ ઇન્ટેલિજન્સના રિપોર્ટ આવ્યા બાદ અને રિસર્ચ બાદ પદાધિકારીઓ અને મંત્રીઓની સિક્યુરિટી ઘટાડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *