જાહેરમાં દારૂ પિતા 375 લોકોને ઝડપી પાડતી પોલીસ- જાણો કયાની છે આ ઘટના

ગૌતમ બુદ્ધ નગર પોલીસ અને વહીવટીતંત્ર ૧૫ ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને એલર્ટ પર હતા. આ દરમિયાન પોલીસે નોઇડા, સેન્ટ્રલ અને ગ્રેટર નોઇડાના તમામ ઝોનમાં જાહેરમાં પીનારાઓ સામે ઝુંબેશ શરૂ કરી હતી. આ અંતર્ગત 375 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે જ સમયે, 290 સામે IPC ધારા અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી.

નોએડા પોલીસે પરેડ પ્રદશન માટે જાણકારી બહાર પાડી
નોઈડા પોલીસે સ્વતંત્રતા દિવસની તૈયારીઓ કરતા જાહેરનામું જારી કર્યું હતું. આ જાહેરનામાં અંતર્ગત હાલમાં થઇ રહેલી તૈયારીના કારણે ગૌતમ બુદ્ધ નગરથી માલ વાહનોને દિલ્હીમાં પ્રવેશવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને ૧૫ ઓગસ્ટ સુધી આ લાગુ રહેશે.

દિલ્લી જવા-આવવા માટે ચિલ્લા રેડ લાઇટથી દિલ્હીમાં પ્રવેશ કરી શકશે. આ વાહનો ચિલ્લા રેડ લાઇટથી યુ-ટર્ન લઇ શકશે અને નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસ વેથી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસથી તેમના યોગ્ય સ્થળ તરફ આગળ વધી શકશે.

DND (બોર્ડર)થી દિલ્હી આવતા માલ વાહનો DNDથી યુ-ટર્ન લઈ શકશે અને નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વેથી ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેથી તેમના ગંતવ્ય તરફ જઈ શકશે. જ્યારે કાલિંદી કુંજ યમુના (બોર્ડર)થી દિલ્હી આવતા વાહનોને યમુના નદી પહેલા પહેલા અન્ડરપાસ તિરાહાથી ડાયવર્ટ કરવામાં આવશે. તેઓ નોઇડા-ગ્રેટર નોઇડા એક્સપ્રેસથી ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે દ્વારા તેમના યોગ્ય સ્થળ તરફ જઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *