ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ના નોઈડા(Noida)માં ફેઝ 2 કોતવાલી(Kotwali) વિસ્તારના સેક્ટર-110 સ્થિત માર્કેટમાં જ્યારે રિક્ષા કારને સહેજ સાઇડમાં અથડાઈ ત્યારે રિક્ષા ચાલકને નિર્દયતાથી મારનાર મહિલાની કોતવાલી પોલીસે ધરપકડ કરી લીધી છે. આરોપી મહિલાની ઓળખ કોતવાલી વિસ્તારના શ્રમિક કુંજની કિરણ સિંહ તરીકે થઈ છે. ગુસ્સે ભરાયેલી મહિલાએ રિક્ષા ચાલકને રોક્યો, પછી શર્ટ પકડીને તેને કારની નજીક લઈ આવી અને પછી તેને થપ્પડ મારતી રહી. હવે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ ઝડપથી વાયરલ(Viral video) થઈ રહ્યો છે.
ચાલકને 17 થપ્પડઃ કાર સાથે ઈ-રિક્ષા અથડાતાં રોષે ભરાયેલી મહિલાએ અપશબ્દો બોલીને માર માર્યો, વીડિયો વાયરલ pic.twitter.com/0LIG6x5kF6
— Trishul News (@TrishulNews) August 13, 2022
જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાએ 90 સેકન્ડની અંદર રિક્ષા ચાલકને ખુલ્લેઆમ 17 વાર થપ્પડ મારી હતી. ત્યાં ઘણા લોકો હાજર હતા. પરંતુ કોઈએ મહિલાને રોકવાનો પ્રયાસ કર્યો ન હતો. આ દરમિયાન રિક્ષા ચાલક મહિલા સાથે કંઈ બોલતો નથી. બસ તેને મારતો રહે છે. તે જ સમયે, કેટલાક લોકો તેનો વિડીયો બનાવતા જોવા મળ્યા હતા. અહીં હાજર કોઈ વ્યક્તિએ આ વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે હવે વાયરલ થઇ રહ્યો છે.
ઘટના બાદ સેક્ટર-82માં રહેતા રિક્ષા ચાલક મિથુન ચૌધરીએ સંબંધિત કોતવાલી પોલીસને આ અંગે ફરિયાદ કરી છે. શનિવારે એક પ્રેસ રિલીઝ જારી કરતી વખતે, નોઈડા પોલીસે કહ્યું કે 12.08.2022 ના રોજ એક મહિલાનો રિક્ષા ડ્રાઈવર પર હુમલો કરવાનો વીડિયો ટ્વિટર, સોશિયલ સાઈટ પર વાયરલ થયો હતો.
જેના કારણે મહિલા આરોપી ઉપર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા પર સીઆરપીસી હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારના અનેક વિડીયો પહેલા પણ સામે આવી ચુક્યા છે. ત્યારે આ પ્રકારનો વિડીયો ફરી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.