કાશ્મીર ફાઈલ્સમાં દેખડાયેલા આતંકી યાસીન મલિકે ગુનો કબૂલ્યો, ભારતીય સેનાના ચાર જવાનોને મારી હતી ગોળીઓ

અલગતાવાદી નેતા યાસીન મલિકે(Yasin Malik) દિલ્હી કોર્ટ(Delhi Court) સમક્ષ પોતાના તમામ આરોપો સ્વીકારી લીધા છે. તેણે આતંકવાદથી લઈને આતંકવાદી(Terrorist) કૃત્યો કરવા માટેના કાવતરા સુધીના તમામ…

અલગતાવાદી નેતા યાસીન મલિકે(Yasin Malik) દિલ્હી કોર્ટ(Delhi Court) સમક્ષ પોતાના તમામ આરોપો સ્વીકારી લીધા છે. તેણે આતંકવાદથી લઈને આતંકવાદી(Terrorist) કૃત્યો કરવા માટેના કાવતરા સુધીના તમામ આરોપો સ્વીકારી લીધા છે. ટેરર ફંડિંગ(Terror funding) કેસમાં અલગતાવાદી નેતા યાસીન મલિકે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. યાસીને ગુનો કબૂલ્યા બાદ સ્પેશિયલ જજ પ્રવીણ સિંહે 19 મેના રોજ ચુકાદો સંભળાવવાનો આદેશ આપ્યો હતો.

16 માર્ચે કોર્ટે હાફિઝ સઈદ, સૈયદ સલાહુદ્દીન, યાસીન મલિક, શબ્બીર શાહ અને મસરત આલમ, રશીદ એન્જિનિયર, ઝહૂર અહેમદ વતાલી, બિટ્ટા કરાટે, અફતાફ અહેમદ શાહ, અવતાર અહમ શાહ, નઈમ ખાન, બશીર અહેમદ બટ્ટ ઉર્ફે પીર સૈફુલ્લાહ અને અન્યને 16મી માર્ચના રોજ આદેશ આપ્યો હતો. અન્ય આરોપીઓને તેની સામે ચાર્જ ફ્રેમ કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, યાસીન મલિક એક એવો વ્યક્તિ હતો જેણે ખુદેજ ભારતીય વાયુસેનાના ચાર અધિકારીની હત્યા કરી હોવાનું સ્વીકાર્યું હતું, પણ દેશનું દુર્ભાગ્ય છે કે યાસીન મલિક ઘણા વર્ષો સુધી કાશ્મીરમાં લોકોનો જાણે પ્રતિનિધી હોય તેમ બિન્દાસ્ત પણે જલસા કરતો રહ્યો, જેના કારણે ભારતીય જનતા પાર્ટી સતત કોંગ્રેસ પર પ્રહાર કરી રહી છે. જોકે હવે કાયદા સામે યાસીન મલિક એવો ફસાયો છે કે, બચવાના ફાંફા પડી રહ્યા છે એટલે જ તેણે આરોપો પણ ચૂપચાપ સ્વીકારી લીધા છે.

NIAના જણાવ્યા અનુસાર, લશ્કર-એ-તોયબા, હિઝબુલ મુજાહિદ્દીન, JKLF, જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોએ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI સાથે મળીને જમ્મુ-કાશ્મીરમાં નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલા અને હિંસા કરી હતી. 1993 માં, અલગતાવાદી પ્રવૃત્તિઓ કરવા માટે ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સની સ્થાપના કરવામાં આવી હતી.

NIA અનુસાર, હાફિદ સઈદે હુર્રિયત કોન્ફરન્સના નેતાઓ સાથે મળીને આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે હવાલા અને અન્ય ચેનલો દ્વારા નાણાંની લેવડદેવડ કરી હતી. તેઓએ આ નાણાંનો ઉપયોગ ખીણમાં અશાંતિ ફેલાવવા, સુરક્ષા દળો પર હુમલો કરવા, શાળાઓને સળગાવવા અને જાહેર સંપત્તિને નુકસાન કરવા માટે કર્યો હતો. ગૃહ મંત્રાલયની સૂચના મળ્યા પછી, NIAએ ભારતીય દંડ સંહિતાની કલમ 120B, 121, 121A અને UAPAની કલમ 13, 16, 17, 18, 20, 38, 39 અને 40 હેઠળ કેસ નોંધ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *