હાલમાં જ આવકવેરા વિભાગ (Income Tax Department) ની ટીમે નોઈડાના સેક્ટર 50 (Sector 50)ના બંગલા નંબર-A6 પર દરોડા પાડ્યા હતા. આ બંગલો 1983 બેચના રિટાયર્ડ IPS રામ નારાયણ સિંહ (Retired IPS Ram Narayan Singh) નો છે, જેઓ યુપી પોલીસમાં ડીજી પ્રોસિક્યુશન હતા. બંગલાના બેઝમેન્ટમાંથી 650 લોકર મળી આવ્યા છે. આ લોકરમાંથી માત્ર કરોડો રૂપિયાની રોકડ જ નહીં પરંતુ સોના અને હીરાના ઘરેણાં પણ મળ્યા છે.
આ લોકરોમાંથી સોનાની ઈંટો અને બિસ્કિટ પણ મળી આવ્યા છે. આ દાગીનાની કિંમત કરોડો રૂપિયામાં આંકવામાં આવી છે. જેમાં હીરા, મોતી, ચાંદી અને સોનાના ઘરેણાંનો સમાવેશ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે આ દાગીના અને રોકડનો કોઈ દાવેદાર હજુ સુધી સામે આવ્યો નથી. સોનાની ઈંટની કિંમત અંદાજે 45 લાખ રૂપિયા આંકવામાં આવી છે, જ્યારે બાકીના ઘરેણાની કિંમત 2.5 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
આની પહેલા પણ, આવકવેરાના દરોડામાં લોકરમાંથી લગભગ 6 કરોડ રૂપિયા મળી આવ્યા હતા. દાવેદારો અને આ રોકડનો હિસાબ આપનારાઓ હજુ આવકવેરા સમક્ષ આવ્યા નથી. તેથી આ નાણાંને કાળું નાણું ગણીને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આવકવેરા વિભાગ સોનાના ઘરેણા અને સોનાના બિસ્કિટ જેવી તમામ જ્વેલરીને પણ સરકારી સુરક્ષા હેઠળ રાખશે.
આવકવેરા વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, પૂર્વ IPSના ઘરમાં 650 લોકર છે, જેમાં 20 જેટલા લોકો શંકાસ્પદ જણાયા છે, જેમાંથી હાલ 6 લોકર તોડીને તપાસ આગળ ધપાવવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, છેલ્લા પાંચ વર્ષથી આ સેફ્ટી વોલ્ટમાં લોકર ભાડે આપવાનું કામ થઈ રહ્યું છે.
આઈપીએસ અધિકારીનું કહેવું છે કે આ તેમનું પુશ્તેની કામ છે. તપાસ દરમિયાન આ લોકરની જાળવણીમાં કેટલીક ગેરરીતિઓ પણ મળી આવી છે. અહીં લોકર લેનારાઓની કેવાયસી મળી ન હતી, જે લોકરમાંથી સામાન મળ્યો હતો તેના માલિકો પાસેથી માહિતી લેવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.