તેજ બહાદુર યાદવ PM સામે ચૂંટણી ન લડી શકે તે માટે ભાજપે કર્યું કાવતરું: સમાજવાદી પાર્ટી

લોકસભા સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે સમાજ વાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર બીએસએફના બરખાસ્ત થયેલા જવાન તેજ બહાદુર યાદવ નું નામાંકન પત્ર રદ…

લોકસભા સીટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે સમાજ વાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર બીએસએફના બરખાસ્ત થયેલા જવાન તેજ બહાદુર યાદવ નું નામાંકન પત્ર રદ થઈ શકે છે. સોમવારે દાખલ કરવામાં આવેલા નામાંકન પત્ર ની તપાસ કરતા ચૂંટણી પંચના નિરીક્ષકે નોટિસ આપીને તેજ બહાદુર ને જણાવ્યું છે કે, તમે એન.ઓ.સી પ્રમાણપત્ર આપ્યું નથી. ચૂંટણીપંચ તરફથી આપવામાં આવેલી નોટિસ માં તેજ બહાદુર ને નિર્દેશ કરવામાં આવ્યો છે કે તેઓ બીએસએફ તરફથી એનઓસી લઈ આવે, જેમાં એવું સ્પષ્ટ હોય કે તેજ બહાદુર ને કયા કારણોસર નોકરી થી બરખાસ્ત કરવામાં આવ્યા છે. ઇલેક્શન કમિશન ને આ પ્રમાણપત્ર જમા કરાવવા માટે તેજ બહાદુર યાદવ ને બુધવારના બપોરના 11 વાગ્યા સુધીનો સમય આપ્યો છે.

જો તેજ બહાદુર યાદવ આ એન.ઓ.સી પ્રમાણપત્ર સમયસર જમા નહીં કરાવી શકે તો, તેમનું નામાંકન પત્ર રદ થઈ શકે છે. સમાજવાદી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા મનોજરાઈ ધૂપચંડી એ આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, આ ભાજપની ચાલ છે અને ભારતીય જનતા પાર્ટી નથી ચાહતી કે તેજ બહાદુર યાદવ ચૂંટણીના મેદાનમાં આવી શકે. ભાજપના ઇશારે જ નિરીક્ષક દ્વારા ૨૪ કલાકની અંદર બીએસએફ દ્વારા ભ્રષ્ટાચારના આરોપમાં બરખાસ્ત થયેલા પૂર્વ જવાનને BSFનું એન.ઓ.સી લઇ આવવાનું કહેવામાં આવ્યું છે. આવું સમજી વિચારીને કરવામાં આવ્યું છે અને આ એક કાવતરું છે. જોકે હજી સુધી જિલ્લા પ્રશાસન તરફથી આ બાબતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે, આ પહેલા સમાજવાદી પાર્ટીએ વારાણસી લોકસભા સીટ પરથી ચાલીને યાદવને પોતાની ઉમેદવારજાહેર કરી હતી. પરંતુ ત્યારબાદ પાર્ટી એ પોતાનો વિચાર બદલીને બીએસએફના બરખાસ્ત થયેલા જવાન તેજ બહાદુર યાદવ ને પોતાનો ઉમેદવાર બનાવ્યો હતો. અને મેન્ડેટ પણ આપ્યો હતો. તેજ બહાદુર યાદવને નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉમેદવાર જાહેર કરવા બદલ દેશભરના કેન્દ્રીય નેતાઓએ અખિલેશ યાદવની વાહવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *