મા- આયુષ્યમાન ભારત કાર્ડથી કોરોના સારવાર મફત કરવાની વાત માત્ર કોર્ટ પુરતી- અમલવારીમાં રસ નથી

રાજ્ય સરકારને હાઈ કોર્ટે કોરોના મુદ્દે થતી નીરસ કામગીરીને વખોડી હતી ત્યારે રાજ્ય સરકારે કોર્ટને આપેલા સોગંદનામાંમાં સરકાર માં અને આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને ફ્રી…

રાજ્ય સરકારને હાઈ કોર્ટે કોરોના મુદ્દે થતી નીરસ કામગીરીને વખોડી હતી ત્યારે રાજ્ય સરકારે કોર્ટને આપેલા સોગંદનામાંમાં સરકાર માં અને આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓને ફ્રી માં કોરોના સારવાર આપવાની વાત કરી છે. પરંતુ હાલ તો કોઈ હોસ્પીટલોએ હજી કોઈ આવી જાણ અમને નથી તેવું કહીને દર્દીઓને આ મફત સેવા આપવાનો નનૈયો ભણાવી રહી છે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ભયનજક રીતે વધી રહ્યું છે. મોટાભાગના શહેરોમાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ ગઈ છે. જોકે આ દરમિયાન રૂપાણી સરકારે કોરનાની સારવાર કરાવતાં દર્દીઓને મોટી રાહત આપી છે. હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં સરકારે 15 એપ્રિલે આપેલા સોગંધનામામાં જણાવ્યું હતું કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડના લાભાર્થીઓને કોરોના સારવારનો મફત લાભ મળશે તેવું કહ્યું હતું.

આમ આ સોગંદનામાને ચાર દિવસ વીતી ગયા છતાં હોસ્પિટલો દ્વારા આ લાભ આપવાની ના પડાઈ રહી છે ત્યારે ક્યાંક ને ક્યાંક રૂપાણી સરકાર આ યોજના અને જાહેરાતને અમલમાં મુકવામાં કાચી પડી છે. જો જલ્દીથી આ જાહેરાતને અમલી કરવામાં આવે તો કોરોના દર્દીઓ  સારી અને મફત સારવાર મેળવી શકે. અને રાજ્યની કોરોના દર્દીઓથી ઉભરાયેલી સિવિલ હોસ્પિટલોને પણ ભારણમાંથી છુટકારો મળશે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા રૂપાણી સરકારનો ઉધડો લેવાયો હતો અને સુઓમોટો કરીને જાણકારી અને એક્શન પ્લાન માંગવામાં આવ્યો હતો. 15મી એપ્રિલે રૂપાણી સરકારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ વિક્રમ નાથ અને જસ્ટીસ ભાર્ગવ કારિઆ સમક્ષ સોગંધનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, હાઈકોર્ટના સૂચન બાદથી જ સરકારે કોરોનાને રોકવા તાત્કાલિક અસરકારક નિર્ણયો લેવાના શરૂ કરી દીધા હતા. સાથે જ આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ યોજનામાં કોવિડ-19ની સારવારને પણ સામેલ કરવામાં આવી છે, તેમ જણાવ્યું હતું. સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. પણ દરરોજ આ બાબતે હોસ્પિટલો વિરુદ્ધ ફરિયાદો સામે આવી રહી છે.

સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આયુષ્માન ભારત તથા માં વાત્સલ્ય કાર્ડ ધરાવતા કોરોનાગ્રસ્ત ગરીબ દર્દીઓ હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં વધુ ખર્ચની ચિંતા કર્યા વિના પણ મફતમાં સારી સારવાર કરાવી શકશે. આ સાથે સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરો તથા રાજ્યભરમાં કલેક્ટરોને જરૂર પડયે કોઈપણ હૉસ્પિટલને હસ્તક કરવાની સત્તા આપવામાં આવી છે.

આમ સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ મુક્યું છે પરંતુ ઠરાવ કે સર્ક્યુલર જારી કર્યું નથી. ખાનગી હોસ્પિટલને હજુ સુધી સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી એટલે અત્યારે પણ કોઈ પેશન્ટ ખાનગી હોસ્પિટલમાં એડમીટ થાય તે તેને મા કાર્ડ કે આયુષ્યમાન યોજના હેઠળ લાભ મળતા નથી. આ માટે સુરતના બે સેવાભાવી યુવકોએ આરોગ્ય સચિવને મેલ કર્યો છે અને તાત્કાલિક સર્ક્યુલર જારી કરવા ડિમાન્ડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *