નૂડલ્સ સ્વાસ્થ્ય માટે છે અત્યંત જોખમી, સેવન કરતા પહેલા વાંચો આ માહિતી

Maggie Health Tips: આજકાલની લાઈફસ્ટાઈલમાં બાળકો હોય કે મોટેરાઓ બધાને નૂડલ્સ ખાવું પસંદ હોય છે. કારણ કે નૂડલ્સ સહેલાઈથી અને જલ્દી બનનારી ડિશ છે, તેથી ભૂખ લાગતા જ લોકો નૂડલ્સ બનાવીને ખાઈ લે છે. પણ શુ તમે એ જાણો છો કે ઈસ્ટેટ બનનારા નૂડલ્સ (Maggie Health Tips) સ્વાસ્થ્ય માટે ખૂબ નુકશાનદાયક સાબિત થાય છે. કારણ કે નૂડલ્સ મેદામાંથી બને છે. જે આંતરડામાં જઈને ચોટી જાય છે. જેનાથી પેટ અને લિવર સંબંધી અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. જેનાથી પેટ અને લિવર સંબંધી અનેક બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આવો જાણીએ નુડલ્સ ખાવાના શુ શુ નુકશાન થાય છે.

નુડલ્સ ખાવાના નુકશાન

પાચનતંત્ર થાય છે નબળુ
નૂડલ્સને પચાવવા માટે પાચનતંત્રને ખૂબ મહેનત કરવી પડે છે. કારણ કે નૂડલ્સ 2 થી 3 કલાક સુધી પચતી નથી. તેથી જો તમે વધુ પ્રમાણમાં નૂડલ્સનુ સેવન કરો છો તો તેનાથી તમારુ પાચન તંત્ર કમજોર થઈ જાય છે.

જાડાપણાનો થઈ શકો છો શિકાર
નૂડસ્લનુ વધુ પ્રમાણમાં સેવન કરવાથી તમે જાડાપણાનો ભોગ થઈ શકો છો. કારણ કે નૂડલ્સમાં વધુ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. સાથે જ નૂડલ્સમાં ટ્રાન્સ ફૈટ અને સૈચુરેટેડ ફેટ્સ પણ રહેલા છે. જે વજનને વધારે છે.

ગર્ભપાતનો ખતરો વધે છે
ગર્ભવતી મહિલાઓએ નૂડલ્સનુ સેવન ન કરવુ જોઈએ. કારણ કે ગર્ભવતી મહિલાઓ નૂડલ્સનુ સેવન કરે છે તો તેમને ગર્ભપાતનો ખતરો વધી જાય છે.

કોલેસ્ટ્રોલ વધી શકે છે
નૂડલ્સમાં ટ્રાંસ ફૈટની સાથે સાથે સૈચુરેટેડ ફેટ્સ પણ જોવા મળે છે. તેથી જો તમે નૂડલ્સનુ સેવન કરો છો તો તેનાથી હાર્ટની બીમારીનો ખતર વધે છે. સાથે જ ખરાબ કોલેસ્ટ્રોલનુ સ્તર પણ ઝડપથી વધે છે.

શુગલ લેવલ વધી શકે છે
નૂડલ્સનુ વધુ માત્રામાં સેવન કરવાથી શુગરનુ સ્તર વધી શકે છે. કારણ કે નૂડલ્સમાં કાર્બોહાઈડ્રેટની વધુ માત્રા જોવા મળે છે.

હાઈ બ્લડ પ્રેશરની થઈ શકે છે ફરિયાદ
નૂડલ્સનુ સેવન કરવાથી હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ પણ રહી શકે છે. કારણ કે નૂડલ્સમાં સોડિયમની પ્રચુર માત્રા જોવા મળે છે. બીજી બાજુ જો કોઈને હાઈ બ્લડની ફરિયાદ છે તો તેણે ભૂલથી પણ નૂડલ્સનુ સેવન ન કરવુ જોઈએ.

સોડિયમની ઉચ્ચ માત્ર
ઇન્સ્ટન્ટ નૂડલ્સનો સ્વાદ વધારવા માટે અને લાંબા સમય સુધી ચલાવવા માટે તેમાં સોડિયમ ઉમેરવામાં આવે છે. સોડિયમની માત્ર વધારે હોવાના કારણે તેને ખાવાથી બીપી વધવાની સમસ્યા થઈ શકે છે. તદઉપરાંત હૃદય રોગ,સ્ટ્રોક,કિડનીની સમસ્યાઓ પણ થઈ શકે છે. આ નૂડલ્સમાં ઉચ્ચ સંતૃપ્ત ચરબી હોય છે. જેના કારણે સંતૃપ્ત ચરબીનું પ્રમાણ વધવા લાગે છે અને ઉચ્ચ સંતૃપ્ત ચરબી ખાવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ વધે છે. જે એથેરોસ્ક્લેરોસિસ,હૃદય રોગ અને અટેકનું કારણ બની શકે છે.

પોષક તત્વોનું પ્રમાણ ઓછી માત્રમાં
ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં વિટામિન્સ, મિનરલ ફાઇબર્સ જેવા અન્ય ઘણા જરૂરી પોષક તત્વોનો અભાવ જોવા મળે છે. પોષક તત્વોની ઉણપને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડવાની સાથે પાચનક્રિયા પણ ખરાબ થવા લાગે છે.