નોરા ફતેહીએ પહેર્યો એટલો ટાઈટ ડ્રેસ કે ચાલવું પણ થયું મુશ્કેલ, વિડીયો વાઈરલ થતા લોકોએ કરી ટ્રોલ

નોરા ફતેહી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ડાન્સિંગ સેન્સેશન બની ગઈ છે. તેની અનોખી ડાન્સિંગ સ્ટાઇલથી ચાહકો તેના પર ફિદા થઇ જાય છે. આ સિવાય નોરા તેની ફેશન સેન્સ માટે પણ ચર્ચામાં છે, પરંતુ હાલમાં જ તે આવા ડ્રેસમાં જોવા મળી હતી, જેના કારણે તેને ટ્રોલ કરવામાં આવી રહી છે.

નોરા ફતેહી આ દિવસોમાં રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ને જજ કરી રહી છે. તાજેતરમાં જ નોરા ફતેહી આ શોના સેટની બહાર જોવા મળી હતી. આ દરમિયાન, તે ટાઈટ બ્લુ કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી હતી. આ દરમિયાન એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં જોઈ શકાય છે કે તે ડ્રેસની લંબાઈને કારણે બરાબર ચાલી શકતી નથી. બે લોકોએ તેનો ડ્રેસ જમીનથી ઉપર ઉઠાવ્યો હતો, ત્યારે તે ચાલી શકી હતી.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

નોરા ફતેહીનો આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેને કોમેન્ટ કરતાં ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. એક યુઝરે લખ્યું, આ શું ડ્રામા છે. બીજાએ કમેન્ટ કરી કે, જો ડ્રેસ જાતે જાળવતો નથી તો પહેરો છો શા માટે. કોઈએ લખ્યું છે કે, કપડાં જમીનને ન અડે તે માટે લોકો રાખ્યા છે. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, તમે આવો ડ્રેસ કેમ પહેરો છો, જેમાં ચાલી શકાતું નથી.

તમને જણાવી દઈએ કે, નોરા ફતેહી સિવાય ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ શોને માર્ઝી પસ્તોજી, નીતુ કપૂર જજ કરી રહ્યાં છે. તે જ સમયે, કરણ કુન્દ્રા શોનો હોસ્ટ છે. નીતુ કપૂરે આ શો સાથે જજ તરીકે ટીવી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે. જોકે, આ શો હજુ શરૂ થયો નથી. તે 23 એપ્રિલ, 2022થી પ્રીમિયર થશે. નોરા ફતેહીની વાત કરીએ તો તેણે ‘દિલબર’, ‘ડાન્સ મેરી રાની’, ‘નચ મેરી રાની’ જેવા ગીતો પર પોતાના ધમાકેદાર અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. નોરા ફતેહી છેલ્લે ફિલ્મ ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *